ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આખા દેશને રસ પડ્યો! ટ્રેનમાંથી ગુમ અર્ચના તિવારી કેસમાં નવો ટ્વિસ્ટ, 14 દિવસ બાદ મળ્યો પુરાવો

ઈન્દોર / આખા દેશને રસ પડ્યો! ટ્રેનમાંથી ગુમ અર્ચના તિવારી કેસમાં નવો ટ્વિસ્ટ, 14 દિવસ બાદ મળ્યો પુરાવો

Published By: Hiralal Parmar

Last Updated: 01:29 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના ઈન્દોરમાંથી ટ્રેનમાંથી ગુમ થયેલી અર્ચના તિવારીના કેસમાં એક મોટો પુરાવો હાથ લાગ્યો છે.

ADVERTISEMENT

રક્ષાબંધનની ઉજવણી માટે ઇન્દોરથી કટની ટ્રેનમાં બેઠેલી 29 વર્ષીય અર્ચના તિવારી 14 દિવસ પછી પણ ગુમ છે. જોકે, હવે પોલીસને એક સુરાગ મળ્યો છે, જેના પછી અર્ચનાના ગુમ થવાનું રહસ્ય ઉકેલાઈ શકે છે.

પરિવારે શું દાવો કર્યો?

હવે તેના પરિવારે દાવો કર્યો છે કે અર્ચના સુરક્ષિત છે અને તેણે આજે પરિવાર સાથે ફોન પર વાત કરી છે, જેમાં તેણે તેની માતા સાથે પણ વાત કરી છે. જોકે, અર્ચનાએ ક્યાંથી ફોન કર્યો તે અંગે કંઈ જણાવાયું નથી.

અર્ચના માટે ટીકિટ બુક કરાવનાર કોન્સ્ટેબલની ધરપકડ

GRP એ ગ્વાલિયરના એક કોન્સ્ટેબલ રામ તોમરની અટકાયત કરી છે. રામ તોમરે અર્ચના તિવારી માટે ટિકિટ બુક કરાવી હોવાનું બહાર આવ્યું છે. તોમરનો અર્ચના સાથે શું સંબંધ છે, તેણે ઇન્દોરથી ગ્વાલિયરની ટિકિટ કેમ બુક કરાવી અને શું તે અર્ચનાનું રહસ્ય જાણે છે તે જાણવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો : ખરો શોખીન! 'સેક્સી ચેટ' માટે 94 લાખની લોન લીધી! કિસ્સો જાણીને છોડી દેશો સોશિયલ મીડિયા

7 ઓગસ્ટે અર્ચના તિવારી સાથે શું બન્યું?

ઇન્દોર હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતી અને સિવિલ જજની તૈયારી કરતી અર્ચના 7 ઓગસ્ટના રોજ નર્મદા એક્સપ્રેસ ટ્રેન દ્વારા કટની જવા રવાના થઈ હતી. અર્ચનાનું છેલ્લું સ્થાન ભોપાલના રાની કમલાપતિ સ્ટેશન પર મળી આવ્યું હતું, ત્યારબાદ તેના પરિવારે રાની કમલાપતિ GRP પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાની કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ઇટારસી અને કટની સુધીના વિસ્તારોની સંપૂર્ણ તપાસ કરી છે અને સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી સ્કેન કર્યા છે પરંતુ હજુ સુધી અર્ચનાનો કોઈ પત્તો લાગ્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mp archana tiwari archana tiwari news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ