ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેમાં મુસાફરીનો પ્લાન હોય તો વાંચી લેજો, 2026માં 32 ટ્રેનો રહેશે રદ, જુઓ લિસ્ટ

તમારા કામનું / રેલવેમાં મુસાફરીનો પ્લાન હોય તો વાંચી લેજો, 2026માં 32 ટ્રેનો રહેશે રદ, જુઓ લિસ્ટ

Published By: Pravin Joshi

Last Updated: 10:56 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે વિભાગે સંભવિત ધુમ્મસ અને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને અંબાલા રેલ મંડળમાંથી પસાર થતી કુલ 32 ટ્રેનો ફેબ્રુઆરી 2026 સુધી રદ્દ કરી છે અને 20 ટ્રેનોના ફેરા ઘટાડ્યા છે. લાંબી અંતરની ઘણી મહત્વપૂર્ણ ટ્રેનો પણ રદ્દ યાદીમાં છે.

ADVERTISEMENT

હરિયાણા માર્ગે પસાર થતી ટ્રેનો અંગે રેલવે વિભાગે મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. અંબાલા રેલ મંડળે બદલાતાં હવામાન અને સંભવિત ધુમ્મસને ધ્યાનમાં રાખીને 1 ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2026 સુધી કુલ 32 ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ્દ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે સાથે 20 ટ્રેનોની અવરજવર પણ ઓછા દિવસોમાં ચલાવવામાં આવશે. આ નિર્ણયથી મુસાફરોને અસર થવાની પૂરી શક્યતા છે, પરંતુ રેલવે કહે છે કે આ પગલું સુરક્ષા અને સમયપાલન બંને માટે જરૂરી છે.

Indian Railways

અંબાલા રેલ મંડળના સિનિયર DCM નવીન કુમારે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ઘનઘોર ધુમ્મસ સર્જાતા ટ્રેનોની ગતિ ખુબ ધીમી પડી જતી હતી. ઘણીવાર છેલ્લી ઘડીએ ટ્રેન રદ્દ કરવી પડતી, જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાતા હતા. પરંતુ આ વર્ષે આગોતરા આયોજનથી આખો શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે જેથી લોકો પોતાનું પ્રવાસ આયોજન સમયસર બદલી શકે.

મુસાફરો માટે આ નિર્ણયો તકલીફદાયક બની શકે છે, ખાસ કરીને લાંબી અંતરની મુસાફરી કરતા લોકો માટે. અંબાલા કૅન્ટ પરથી ચલાવાતી લોકપ્રિય અને વ્યસ્ત હરિહર એક્સપ્રેસ સહિત અનેક મુખ્ય ટ્રેનો પણ રદ્દ સૂચિમાં સામેલ છે. મુસાફરોને રેલવેની વેબસાઈટ અને IRCTC એપ પર નિયમિત અપડેટ્સ ચકાસવા સૂચના આપવામાં આવી છે.

rail-madad-app

આ ઉપરાંત, ઉત્તર ભારતમાં ધુમ્મસનું પ્રમાણ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધુ રહે છે. સુરક્ષા જોખમ ટાળવા માટે ભારતીય રેલવે સામાન્ય રીતે આ દરમિયાન ફેऱા ઘટાડે છે અથવા કેટલીક ટ્રેનો બંધ રાખે છે. પરંતુ આ વખતનું નિર્ણય રેકોર્ડ સ્તરે મોટું છે, કારણ કે રદ્દ સામેલ ઘણા રૂટ એવા છે જેને દૈનિક હજારો મુસાફરો વાપરે છે.

રદ્દ થનાર ટ્રેનોમાં ગોરખપુર–આનંદ વિહાર ટર્મિનલ, આનંદ વિહાર સુપરફાસ્ટ, અને હટિયા–આનંદ વિહાર ઝારખંડ સ્વર્ણ જयंતિ એક્સપ્રેસ જેવી લાંબી અને લોકપ્રિય ટ્રેનો પણ છે. આમાંની કેટલીક ટ્રેનો 1 ડિસેમ્બર 2024 થી સીધી 2026 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

આ નિર્ણય પાછળ રેલવેનું મુખ્ય કારણ સુરક્ષા ને પ્રાથમિકતા આપવાનું છે. ધુમ્મસ દરમિયાન ટ્રેનોની દૃશ્યતા ખૂબ ઓછી થઈ જાય છે, સિગ્નલ સ્પષ્ટ દેખાતા નથી, અને અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. સાથે સાથે ધીમે ગતિએ દોડતી ટ્રેનોને કારણે સમગ્ર નેટવર્ક અસરગ્રસ્ત થાય છે. તેથી રદ કરતા ટ્રાફિક કન્ટ્રોલ અને શેડ્યૂલ મેનેજમેન્ટ સરળ બને છે.

આ પણ વાંચો : 69 હજારમાં બેસ્ટ ફેમિલી સ્કૂટર, શોપિંગ પર જવું હોય કે સિટી રાઈડ પર, મજા આવશે ચલાવાની!

રેલવે સત્તાવાળાઓનું માનવું છે કે આ પહેલ મુસાફરોની સલામતી માટે જેટલી મહત્વની છે, એટલું જ મહત્વનું લાંબા ગાળાના આયોજન માટે પણ છે. મુસાફરોને ભલામણ કરવામાં આવે છે કે તેઓ પોતાનું પ્રવાસ આયોજન પુનઃવિચાર કરે, ટિકિટ રદ કરાવી લે અથવા વિકલ્પ રૂટ્સ પસંદ કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TrainCancellation IndianRailways HaryanaNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ