બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : અંબાણીથી લઈ શાહરૂખ સુધી, PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

નેશનલ / VIDEO : અંબાણીથી લઈ શાહરૂખ સુધી, PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

Jay Bhatt

Last Updated: 01:21 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે, ત્યારે તમામ વૈશ્વિક નેતાઓ, મિત્રો અને બોલીવૂડ સેલિબ્રિટીઓ તેમજ બિઝનેસ જગતની હસ્તીઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. જાણો કોને શું કહ્યું

PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને પણ શુભેચ્છાઓ પાઠવી છે.

શાહરૂખ ખાને ખાસ રીતે પાઠવી શુભેચ્છા

શાહરૂખ ખાને PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કહ્યું છે કે, 'આજે, આદરણીય વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, હું તેમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. નાના શહેરથી વૈશ્વિક મંચ સુધીની તમારી સફર ખરેખર પ્રેરણાદાયી રહી છે. તમારી શિસ્ત, સખત મહેનત અને તમારા દેશ પ્રત્યેનું સમર્પણ સ્પષ્ટપણે દેખાય છે. સત્ય એ છે કે, સાહેબ, 75 વર્ષની ઉંમરે, તમારી એનર્જી અમારા જેવા યુવાનો કરતાં પણ વધુ સારી છે. હું પ્રાર્થના કરું છું કે તમે હંમેશા સ્વસ્થ, ફિટ, મજબૂત અને ખુશ રહો...'

મુકેશ અંબાણીનો ખાસ મેસેજ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ PM મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે 'આજે 1.45 અબજ ભારતીયો માટે ઉત્સવનો દિવસ છે. આપણા આદરણીય અને પ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો 75મો જન્મદિવસ છે. ત્યારે રિલાયન્સ પરિવાર અને અંબાણી પરિવાર વતી, હું વડાપ્રધાન મોદીજીને મારી શુભેચ્છા પાઠવું છું. મોદીજીનો અમૃત મહોત્સવ ભારતના અમૃત કાળમાં આવી રહ્યો છે તે કોઈ સંયોગ નથી. મારી ઈચ્છા છે કે સ્વતંત્ર ભારત 100 વર્ષ પૂર્ણ કરે ત્યારે પણ મોદીજી ભારતની સેવા કરતા રહે...'

અજય દેવગણે પાઠવી શુભેચ્છા

અજય દેવગણે પણ PM નરેન્દ્ર મોદી માટે એક વિડિઓ શેર કર્યો છે, જેમાં કહ્યું હતું કે, 'સાહેબ, તમારા નેતૃત્વએ દરેક ભારતીયમાં આશા અને ગર્વ જગાવ્યો છે. હું તમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું.'

રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને PM મોદીને શુભકામનાઓ પાઠવતા લખ્યું કે, 'પરિશ્રમની પરાકાષ્ઠાનું ઉદાહરણ પ્રસ્તુત કરીને પીએમ મોદીએ તેમના અસાધારણ નેતૃત્વથી દેશમાં મોટાં લક્ષ્યો પ્રાપ્ત કરવાની સંસ્કૃતિનો સંચાર કર્યો છે. આજે વૈશ્વિક સમુદાય પણ તેમના નેતૃત્વમાં વિશ્વાસ મૂકતો થયો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપ હંમેશા સ્વસ્થ અને ખુશ રહો અને પોતાના નેતૃત્વથી રાષ્ટ્રને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જાઓ.'

આમિર ખાને શું કહ્યું?

આમિર ખાને પોતાના X એકાઉન્ટ પર પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે,'દેશના વિકાસમાં પીએમ મોદીના યોગદાનને દરેક વ્યક્તિ હંમેશા યાદ રાખશે.'

Vtv App Promotion

ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ પર તેમને શુભેચ્છાઓ આપી હતી.

વધુ વાંચો : 'PM મોદીની માતાના બધા વીડિયો તરત હટાવો' હાઈકોર્ટે કોંગ્રેસને કર્યો મોટો ઓર્ડર, શું હતો વિવાદ?

આ સેલિબ્રિટીઓએ પણ અભિનંદન પાઠવ્યા

બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે પણ PM મોદીને એક ફોટો શેર કરીને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, 'હું તમને સારા સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા પાઠવું છું. જન્મદિવસની શુભકામનાઓ, નરેન્દ્ર મોદીજી.' ટાઇગર શ્રોફે પણ વડાપ્રધાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, 'જન્મદિવસની શુભકામનાઓ, નરેન્દ્ર મોદીજી. આ વર્ષ શક્તિ, દૂરંદેશી અને સફળતાથી ભરેલું રહે. એવી મારી શુભકામનાઓ. તમે તમારા હિંમત અને નેતૃત્વથી લાખો હૃદયને પ્રેરણા આપતા રહો છો.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

happy birthday PM Modi PM Modi Birthday PM Modi birthday wishes
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ