બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નાસાના માર્સ રોવર પ્રજર્વેન્સે ઓગસ્ટમાં પણ ખડકોના સેમ્પલ લેવાની કોશિશ કરી હતી પણ ત્યારે તે અસફળ રહ્યું હતું. આ વખતે મંગળ ગ્રહ પરથી સેમ્પલ લેવામાં સફળતા મેળવી ચૂક્યું છે. NASAએ સોમવારે આ જાહેરાત કરી કે તેમના મંગળ ગ્રહ પરના રોવર પ્રજર્વેન્સે પહેલીવાર પત્થરના સેમ્પલ લેવામાં સફળતા મેળવી છે.
It’s official: I’ve now captured, sealed, and stored the first core sample ever drilled on another planet, in a quest to return samples to Earth. It’s the first in a one-of-a-kind Martian rock collection. #SamplingMars
— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) September 6, 2021
Read more: https://t.co/bs4Hd4Fzyw pic.twitter.com/2jwF7cOcMZ
ADVERTISEMENT
નવી આશાઓનું કિરણ
તેનાથી એ આશા જાગી છે કે નાસાના નવા માર્સ મિશનના સમયે એકત્ર કરાયેલા આ પત્થરના નમૂનાને ધરતી પર લાવી શકાશે. સ્પેસ એજન્સીએ ટ્વિટ કરી છે જેમાં પેન્સિલથી થોડા જાડા ખડકોના એક સેમ્પલને ટ્યૂબમાં દેખાડ્યું છે. આ સેમ્પલ 1 સપ્ટેમ્બરે લેવાયું હતું. નાસા શરૂઆતના સમયમાં ચોક્કસ ન હતું કે રોવર ખડકોના નમૂના લઈને કાર્ગોમાં રાખી શક્યું છે કે નહીં કેમકે તે સમયે લાઈટ યોગ્ય મળી રહી ન હતી.
ADVERTISEMENT
.jpg)
નાસાના મિશન કંટ્રોલને કરાયું વેરિફાઈ
નવા ફોટો લીધા બાદ નાસાના મિશન કંટ્રોલે તેના આ કન્ટેન્ટને વેરિફાઈ કર્યા. પ્રજર્વેન્સ આ ટ્યૂબને રોવરની અંદરના ભાગમાં નાંખવામાં સફળ રહ્યું અને જેથી આગળ તેનું વધારે વિશ્લેષણ કરવાની સાથે નવા ફોટો પણ લઈ શકાશે. નાસાના પ્રશાસક બિલ નેલસને કહ્યું કે આ ઐતિહાસિક સફળતા છે અને પ્રજર્વેન્સ અને તેની ટીમ દ્વારા કરાયેલી અવિશ્વસનીય શોધ છે જેને જોવા માટે હું આતુર છું.
ADVERTISEMENT
જાણો શેની સાથે સરખાવાઈ આ સફળતાને
નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેશર થોમસ જુરબુચેને આ સફળતાની તુલના ચંદ્રમાથી પત્થરના નમૂના પહેલી વાર લાવવાની સાથે કરી છે જેને હજુ સુધી શોધકર્તાઓ મહત્વની માને છે. પ્રજર્વેન્સના સેમ્પલિંગ અને ખડકોના પકડવાની સિસ્ટમને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા ત્યાં સુધી સૌથી જટિલ મશિનરી માનવામાં આવ્યું છે. તેમાં લગભગ 3 હજારના નજીક ભાગ છે. તેને બ્રીફકેસ આકારના ખડકો Rochetteના નમૂના લાવવાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રજર્વેન્સે 2 મીટર લાંબી રોબોટિક આર્મ્સનો ઉપયોગ ખડકોના નમૂના ભેગા કરવામાં કર્યો છે. ખડકોને જકડીને રાખ્યા બાદ રોવરે તેમાં ડ્રિલ કર્યું અને 5 વાર નમૂના લીધા.
.png)
ADVERTISEMENT
પ્રજર્વેન્સ ફેબ્રુઆરીમાં મંગળ ગ્રહ પર જૂની ઝીલની સંભાવના વાળા જેજેરો ક્રેટરમાં ફેબ્રુઆરીમાં ઉતર્યા હતા. અત્યાધુનિક ઓજારોની સાથે તેને આ સંભાવનાની શોધ કરવાની જવાબદારી સોંપવામાં આવી કે શું ક્યારેય મંગળ ગ્રહ પર સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ હતું. તેને લાલ ગ્રહની ભૌગોલિક સ્થિતિ અને જૂના સમયના જળવાયુને વિશે પણ તમામ રેકોર્ડ ભેગા કરવા કહેવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.