ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
નાસાની પહેલા પાકિસ્તાનની પ્રથમ અવકાશયાત્રી નમીરા સલીમે પણ ઇસરોના ઐતિહાસિક પ્રયાસના વખાણ કર્યા હતા. તેણીએ કહ્યું કે, ચંદ્રયાન-2 મિશન દક્ષિણ એશિયા માટે અવકાશના ક્ષેત્રમાં લાંબી છલાંગ છે.
ADVERTISEMENT
Space is hard. We commend @ISRO’s attempt to land their #Chandrayaan2 mission on the Moon’s South Pole. You have inspired us with your journey and look forward to future opportunities to explore our solar system together. https://t.co/pKzzo9FDLL
— NASA (@NASA) September 7, 2019
ADVERTISEMENT
આ માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં પરંતુ તમામ ગ્લોબલ સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ગર્વનો વિષય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિગનો ઐતિહાસિક પ્રયાસ અને ભારતને શુભેચ્છા પાઠવું છું.
આગામી 14 દિવસ સુધી સંપર્ક કરવાના કરાશે પ્રયાસ
ADVERTISEMENT
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) અધ્યક્ષ કે સિવને કહ્યું કે ચંદ્રયાન 2 મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સફળતા નજીક રહ્યું. આ મિશન નિષ્ફળ નથી. ઇસરોના વડાએ કહ્યું કે, અમે પહેલાથી ચાલી રહેલા અભિયાનોમાં વ્યસ્ત છીએ અને ચંદ્રયાન 2 બાદ ગગનયાન મિશન પર પૂર્વ નિર્ધારિત શેડ્યૂલ અનુસાર કામ યથાવત રહેશે. સ્પષ્ટ કરેલ ગગનયાન સહિત ઇસરોના બાકી મિશન નક્કી સમય પર થશે.
ડીડી ન્યૂઝમાં આપવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં ઇસરો અધ્યક્ષ કે સિવને કહ્યું કે વિક્રમ લેન્ડર અંતિમ તબક્કો યોગ્ય નથી રહ્યો, તેના કારણે વિક્રમથી અમારો સંપર્ક તૂટ્યો. ઇસરોના વડા કે સિવને કહ્યું કે એક વખત વિક્રમ સાથે તૂટેલો સંપર્ક ફરી નથી જોડાઇ શક્યો. જોકે તેમણે કહ્યું કે આશાનું કિરણ હજુ બચેલું છે અને આગામી 14 દિવસો સુધી આપણે વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરતા રહીશું.
ADVERTISEMENT

ઑર્બિટરની ઉંમર હવે 7 વર્ષ સુધીઃ કે સિવન
ADVERTISEMENT
ચંદ્રયાન સાથે ગયેલ ઑર્બિટર વિશે જણાવતા કે સિવને કહ્યું કે ઑર્બિટરની જિંદગી માત્ર એક વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઑર્બિટરમાં હાજર વધુ ઇંધણના કારણે હવે તેની ઉંમર 7 વર્ષ સુધી નક્કી કરવામાં આવી રહી છે.
ઇસરોના બીજા અભિયાનો વિશે ડૉ કે સિવને કહ્યું કે, ચંદ્રયાન 2માં આવેલ તકલીફોની કોઇ અસર આ મિશન પર નહીં પડે. ડૉ સિવને કહ્યું કે ઇસરોના બીજા અભિયાન નક્કી સમયે થશે.
સંકળાયેલા મુદ્દાઓ