બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Naresh Patel suddenly arrives in Delhi, this party can give a big position: Sutra

ઉડતી મુલાકાત / નરેશ પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, આ પાર્ટી મોટું પદ આપી શકે છેઃ સૂત્ર

Mehul

Last Updated: 04:23 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોડલ ધામ નરેશ ગણાતા નરેશ પટેલ શનિવારે દિલ્લીમાં કેટલાક કોન્ગ્રેસના ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ફરી એક વાર નામની ચર્ચા જાગી છે

  • ગુજરાતમાં આ વ્યક્તિ વગર રાજનીતિ શક્ય જ નથી ? લોકચર્ચા
  • નરેશ પટેલ દિલ્લી જઈ કોન્ગ્રેસના આગેવાનોને મળ્યાની ચર્ચા 
  • કોંગ્રેસ નેતા મનહર પટેલે ચોખ્ખું કહ્યું, હવે તારીખ આપો 
     

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસ બાદ ગુજરાતમાં ફરી પાછી નરેશ પટેલના નામની ગૂંજ ચાલુ થઇ ગઈ છે. અને નરેશ પટેલ પણ નામ ચર્ચામાં રહે તેવું અંદર ખાને ઇચ્છતા હોય તો નવાઈ નહિ. એટલે જ સમાજ કહેશે તેમ, સમાજ કહેશે ત્યારે, લોકસેવા, અંતરાત્મા, મારો વ્યક્તિગત નિર્ણય જેવો રાગ આલાપી,આલાપી ભાજપ, કોંગ્રેસ અને આપનાં નેતાઓને રાજકોટમાં બેઠકો માટે મજબૂર કરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કોન્ગ્રેસના નેતાઓ અઠવાડિયું, પંદર દિવસ થાય એટલે નરેશ પટેલ આવો.. વળી નરેશ પટેલ કહે થોભો, રાહ જુઓ...ત્યાં વળી ભાજપ કે આપના નેતા આવો..આવો કરે, પરંતુ જન અભિપ્રાય એવો છે કે,  નરેશ પટેલના ક્યાય પણ જવાથી ફેર નરેશ પટેલને સ્વયં પડતો હશે, અને કેટલોક ફેર પાર્ટીને પડતો હોય પરંતુ જનમાનસને કોઈ ફેર નહિ પડે, સિવાય કે તેમના સમાજને. 

ખોડલ ધામ નરેશ ગણાતા નરેશ પટેલ શનિવારે દિલ્લીમાં કેટલાક કોન્ગ્રેસના ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ફરી એક વાર નામની ચર્ચા જાગી છે. વહેતી થયેલી અટકળો આગામી સમયમાં કેટલા અંશે સાચી પડે છે કે કેમ ? તે તો ખુદ નરેશ ભાઇનો વ્યક્તિગત નિર્ણય જ કહી શકે પરંતુ અત્યારે વધુ એક વાર ભાજપ-કોંગ્રેસ અને આપમાં ચર્ચા શરુ થઇ છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોવાનું મનાય છે. જો બધું સમુ-સુતરું પાર પડે તો  હોળી પછી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય  જાય તેવી શકયતા જોવાઈ રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ નરેશ પટેલને મોટુ પદ આપી શકે છે. સૌરાષ્ટ્રના પાટીદાર મત અંકે કરવા કોંગ્રેસ નરેશ પટેલને ઉતારી શકે છે.

બીજી તરફ નરેશ પટેલના કોંગ્રેસ ગમનના વાસંતી વાયરા વા'તા રાજ્યના આરોગ્ય મંત્રી   ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી ગયું છે. તેઓએ કહ્યું કે, નરેશ પટેલ સામાજીક આગેવાન સાથે સમજુ  વ્યક્તિ છે. જો કે નરેશ પટેલ કોઇ પક્ષમાં જોડાય એ એમનો વિષય છે . હવે રાજનીતિમાં વિકાસની રાજનીતિ ચાલશે તેમ કહી આરોગ્ય મંત્રીએ આડકતરી રીતે કોંગ્રેસ AAP કરતા ભાજપ તરફી વલણ રાખવા માટે ઇશારો કરી દીધો હતો 

કોંગ્રેસ નેતા મનહર પટેલનું ટ્વીટ

કોંગ્રેસ નેતા મનહર પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે નરેશ પટેલને કોંગ્રેસમાં આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે, તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી નરેશ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે. 

 


અગાઉ હાર્દિક અને પરેશ ધાનાણીએ આવકાર્યા હતા

આ સવાલ હાલ ગુજરાતની રાજનીતિમાં ખુબ ગરમાય રહ્યો છે. કારણ કે, જે નરેશ પટેલે રૂપાણી સરકાર સમયે ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનો મુદ્દો ગરમ કર્યો હતો. હવે તે જ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને રાજનીતિમાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. નરેશ પટેલે આ માટે પહેલા જ સંકેતો પણ આપી દીધા હતા. પરંતુ ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કારણ કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને લખેલા પત્રને અને પરેશ ધાનાણીએ પણ આમંત્રણ આપતા રાજકીય માહોલ ગરમાયો હતો.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા નવી રણનીતિઓને અંજામ આપવાનું શરૂ કર્યું છે. જેના ભાગ રૂપે 23 માર્ચ પહેલા પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે તેવી સરકાર સામે ચિમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ હાર્દિકે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલને ખુલ્લો પત્ર લખી રાજકીય જીવનમાં જોડાવા માટે અપીલ કરી છે.

હાર્દિક પટેલનો પત્ર

ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે. આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે. કારણ એ પણ છે કે સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગયો છે.સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે. પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માગણીઓ સંતોષવામાં આવતી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે. પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે. હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં, પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ પત્ર લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યનાં હિત અને અસ્તિત્વની લડાઈના શ્રીગણેશ કરો. - આપનો હાર્દિક પટેલ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ