બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / n the 2015-19 semi-finals Mohammed Shami's reaction after India's stunning win, see what he said

India vs New Zealand / '2015-19ની સેમી ફાઇનલમાં તો આપણે...', ભારતની શાનદાર જીત બાદ સામે આવી મોહમ્મદ શમીની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 12:43 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું, શમીને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મેચ બાદ કહ્યું, 'હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો.

  • ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું
  • શાનદાર બોલિંગ માટે શમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો 
  • શમીએ કહ્યું હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો

મોહમ્મદ શમીના શાનદાર બોલિંગ સ્પેલ (57/7)ને કારણે ભારતીય ટીમે બુધવારે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. ભારતીય ટીમ હવે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. આ પછી તેણે કિવી ટીમને 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો
શમીને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે મેચ બાદ કહ્યું, 'હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો. હું વધુ મર્યાદિત ઓવરની ક્રિકેટ નથી રમી. મારી વાપસી ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સામે થઈ હતી. અમે વેરીએશન વિશે ઘણી વાતો કરીએ છીએ, પરંતુ હું હજી પણ બોલને ઊંચો પિચ કરવામાં અને નવા બોલથી વિકેટ લેવામાં માનું છું.

વિલિયમસનનો કેચ છોડવા બદલ ખૂબ દુ:ખી થયા શમી 
ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું કે તે કેન વિલિયમસનનો કેચ છોડવા બદલ ખૂબ જ દુ:ખી હતો અને તેની વિકેટ લઈને સંતુષ્ટ હતો. શમીએ કહ્યું, 'મેં વિલિયમસનનો કેચ છોડ્યો હતો. મારે આવું ન કરવું જોઈતું હતું. પછી મને બહુ ખરાબ લાગ્યું. પરંતુ મારું ધ્યાન બોલમાંથી ઝડપ દૂર કરવા પર હતું. જો બેટ્સમેન એરિયલ શોટ રમવા જશે તો અમને વિકેટ લેવાની તક મળશે. અમારે એ તક લેવી પડી. હા અહીં વેરીએશન ચોક્કસપણે કામ કરે છે.

'છેલ્લા બે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હારી ગયા હતા
શમીએ આગળ વાત કરતા કહ્યું કે 'છેલ્લા બે વર્લ્ડ કપ 2015 અને 2019માં અમે સેમીફાઈનલમાં હારી ગયા હતા. કોણ જાણે હવે પછીનો મોકો ક્યારે મળશે તેથી અમે આ એક સમયની તકમાં બધું જ કરવા માંગીએ છીએ. અમે આ તકને જતી કરવા માંગતા નથી.

તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ એક જ ઓવરમાં કેન વિલિયમસન અને ટોમ લાથમની વિકેટ લઈને મેચની સ્થિતિ બદલી નાખી હતી. શમીએ ભારતને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, તેણે વનડે મેચમાં કોઈપણ ભારતીય દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટનો રેકોર્ડ પણ બનાવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ