બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Muslim women went on a pilgrimage to Ayodhya to bring Ramjyoti

આસ્થા / શ્રી રામ જ અમારા પૂર્વજ છે...: રામજ્યોતિ લાવવા અયોધ્યા યાત્રા પર નીકળી મુસ્લિમ મહિલાઓ

Priyakant

Last Updated: 08:23 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: મુસ્લિમ મહિલાઓ અયોધ્યા પહોંચીને રામ જ્યોતિ પ્રગટાવશે અને પછી તેની સાથે કાશી પરત ફરશે. 22 જાન્યુઆરીએ મુસ્લિમોના ઘરોમાં પણ આ જ્યોતથી દીવા પ્રગટાવવામાં આવશે

  • અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
  • કાશી મુસ્લિમ મહિલાઓનું જૂથ રામનામની અખંડ જ્યોત લઈને અયોધ્યા માટે રવાના 
  • મહિલાઓએ ભગવા વસ્ત્રો પહેરીને યાત્રા શરૂ કરી, અયોધ્યા પહોંચીને રામ જ્યોતિ પ્રગટાવશે

Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ આખામાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન મહાદેવની નગરી કાશીમાંથી મુસ્લિમ મહિલાઓનું એક જૂથ રામના નામની અખંડ જ્યોત લઈને અયોધ્યા માટે રવાના થઈ ચૂક્યું છે. મહિલાઓએ ભગવા વસ્ત્રો પહેરીને આ યાત્રા શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ મુસ્લિમ મહિલાઓ અયોધ્યા પહોંચીને રામ જ્યોતિ પ્રગટાવશે અને પછી તેની સાથે કાશી પરત ફરશે. 22 જાન્યુઆરીએ મુસ્લિમોના ઘરોમાં પણ આ જ્યોતથી દીવા પ્રગટાવવામાં આવશે. 

મહાદેવની નગરી કાશીના નાઝનીન અંસારી અને નઝમા પરવીને વચન લીધું હતું કે, તેઓ ઘરોને રોશન કરવા માટે અયોધ્યાથી રામજ્યોતિ લાવશે. નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોન પછી જ તેમણે આ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રકાશ દ્વારા તે કાશીના મુસ્લિમોને 22 જાન્યુઆરીએ તહેવાર ઉજવવા માટે પણ અપીલ કરશે. 

તમામ ભારતીયો શ્રી રામના વંશજ
મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના પ્રમુખ  નાઝનીન અંસારી માને છે કે, તમામ ભારતીયો શ્રી રામના વંશજ છે અને કોઈપણ ભારતીયનો DNA અલગ નથી. તે મુસ્લિમ વિસ્તારોમાં દીવા પ્રગટાવવા માટે અપીલ કરશે. આ પહેલા પણ તે રામ નવમી અને દિવાળીના અવસરની ઉજવણી કરતી હતી. નાઝનીન અને નઝમાની આ યાત્રાને કાશીના ડોમરાજ ઓમ ચૌધરી અને પાતાલપુરી મઠના મહંત બાલક દાસ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અયોધ્યામાં મહંત શંભુ દેવાચાર્ય આ મહિલાઓને જ્યોત સોંપશે.

વાંચો વધુ: જ્યારે અયોધ્યામાં ઘૂસી આવ્યા હતા 5 આતંકવાદી: ગ્રેનેડ-રોકેટ ફેંક્યા પણ રામલલાની મૂર્તિને કશું ન થયું 

જાણો ક્યારે શરૂ થઈ યાત્રા ? 
વિગતો મુજબ આ યાત્રા શનિવારે શરૂ થઈ છે અને રવિવારે મહિલાઓ કાશી પરત ફરશે. તે અયોધ્યાની પવિત્ર માટી અને સરયૂના જળ સાથે કાશી પણ પહોંચશે. રામ જ્યોતિનું વિતરણ 21મી જાન્યુઆરીથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે, નાઝનીનએ BHUમાંથી અભ્યાસ કર્યો છે અને તેમણે શ્રી રામચરિત માનસ અને હનુમાન ચાલીસાનો ઉર્દૂમાં અનુવાદ પણ કર્યો છે. મહંત બાલકદાસ તેમના ગુરુ છે. તે રામ પથ નામની સંસ્થા સાથે જોડાયેલી છે. નાઝનીન કહે છે કે, શ્રી રામ તેમના પૂર્વજ છે. ધર્મ પરિવર્તન કરીને પણ પૂર્વજો બદલી શકાતા નથી. 

રામલલા માટે કપડાં બનાવ્યા 
બરેલીની ઓળખ ઝરી જરદોહીથી થાય છે. બરેલીની મુસ્લિમ મહિલાઓએ રામલલા માટે કપડાં તૈયાર કર્યા છે. મેરા હક ફાઉન્ડેશનના પ્રમુખ ફરહત નકવીના નેતૃત્વમાં મુસ્લિમ મહિલાઓએ પણ રામ મંદિરના નિર્માણ માટે દાન એકત્રિત કર્યું હતું. મહિલાઓનું કહેવું છે કે, તેઓ ફાળાના પૈસા અને કપડાં લઈને અયોધ્યા જશે અને ભાઈચારાનો સંદેશ આપશે. આ તરફ મુંબઈની એક મુસ્લિમ છોકરી રામ લાલાના દર્શન કરવા પગપાળા નીકળી. શબનમનું કહેવું છે કે, તે 1425 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. તે દરરોજ 25 થી 30 કિલોમીટરની મુસાફરી કરે છે. તેણે 21મી ડિસેમ્બરે જ આ યાત્રા શરૂ કરી હતી. શબનમ કહે છે કે, રામની ભક્તિ માટે હિંદુ હોવું જરૂરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ