બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઇલ ટાવરની ઝંઝટ ખતમ! હવે ડાયરેક્ટ સેટેલાઇટથી કનેક્ટ થશે તમારો સ્માર્ટફોન, મસ્ક લાવશે ન્યૂ ટેક્નોલોજી

ટેક્નોલોજી / મોબાઇલ ટાવરની ઝંઝટ ખતમ! હવે ડાયરેક્ટ સેટેલાઇટથી કનેક્ટ થશે તમારો સ્માર્ટફોન, મસ્ક લાવશે ન્યૂ ટેક્નોલોજી

Last Updated: 02:02 PM, 26 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકનોલોજીના ફિલ્ડમાં રોજ નવી શોધ થતી રહે છે જે આપણા કામને વધુ સરળ બનાવે છે. ત્યારે હવે મોબાઇલના ટાવરની જરૂરને ખાતાં કરશે ઇલોન મસ્કની ડાયરેક્ટ-ટુ-સેલ સર્વિસ. મસ્કની કંપની સ્ટારલિંકે કે નવી સેટેલાઈટ કમ્યુનિકેશન સર્વિસ લોન્ચ કરી છે જેના સ્માર્ટફોનને સીધો સેટેલાઈટથી કનેક્ટ કરશે અને મોબાઈલ ટાવરને કરશે અલવિદા.

સ્ટારલિન્કની ડાયરેક્ટ-ટુ-કોલ સર્વિસ લોન્ચ થતાંની સાથે જ સ્પેસએક્સની ટીમે મોટી ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી જાહેર કરી છે. મસ્કે પોતે આ વિશે જાણકારી આપી હતી અને એક રિપોર્ટ અનુસાર યુઝર્સ હવે 250-350 mbps સ્પીડ પર ઈન્ટરનેટની મજા લઈ શકશે. જે અમુક દેશોમાં ફાઈબર નેટવર્કથી મળવાવાળી બેન્ડવિથથી ઘણી વધારે છે.

શું છે ડાયરેક્ટ-ટુ-સેલ સર્વિસ

સ્ટારલિન્કની આ શોધ સેટેલાઈટ કમ્યુનિકેશનના ફિલ્ડમાં એક નવી સિદ્ધિ ગણાશે. સ્માર્ટફોનને સીધું સેટેલાઈટ કનેક્શન મળશે જેણે લીધે કોઈ પણ પ્રકારના મોબાઈલ ટાવરની જરૂરત નહીં રહે, આ સિવાય જે વિસ્તારોમાં કવરેજની સમસ્યા હતી તે પણ હલ થશે. 2025માં સ્ટારલિન્કની આ ડાયરેક્ટ-ટુ-સેલ સર્વિસ પબ્લિક માટે મુકાશે.

ઇમરજન્સીમાં ખાસ કામ લાગશે

સેટેલાઈટ સર્વિસની મદદથી ગમે ત્યાં ટેક્સ્ટ મેસેજ, કોલિંગ થઈ શકશે. આ સેવાથી ભૂકંપ, વાવાઝોડું કે અન્ય કુદરતી આફત વખતે ટાવરના લીધે ખોરવતી મોબાઈલ સર્વિસને બદલે ઇમરજન્સીમાં પણ કામ લાગશે. જે વિસ્તારમાં મોબાઇલના ટાવર નહીં હોવાના લીધે કોલિંગની સમસ્યા હતી તેનો પણ અંત આવશે. સ્ટારલિન્ક એક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ છે જે 100 થી વધારે દેશમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપશે.

વધુ વાંચો: મોબાઈલના યુઝર્સની બલ્લે બલ્લે! નેટવર્ક વગર જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ, સેટેલાઈટ સર્વિસનું ટ્રાયલ શરૂ

BSNLએ પણ જાહેર કરી છે સેટેલાઈટ ટેકનોલોજી

ભારતીય ટેલિકોમ કંપની BSNLએ પણ તાજેતરમાં સેટેલાઈટ દ્વારા નેટવર્ક પ્રોવાઈડ કરવાની જાહેરાત કરી છે તે પણ સેટેલાઇટની મદદથી જે અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કની સમસ્યા છે તેવી જગ્યાએ પણ ફોન કોલ, મેસેજ કે upi જેવી સેવાઓનો લાભ આપશે. જો કે આ સ્કીમ ક્યારથી મળશે અને તેના માટે શું અલગ ચાર્જ આપવાના રહેશે તે વિશે હજુ જાણ કરી નથી. હાલ આ સર્વિસ માટેનું ટેસ્ટિંગ ચાલી રહી રહ્યું છે . પણ હા એ વાત સાચી કે આ સેટેલાઈટ કનેક્ટિવિટી મોબાઈલ ટાવરની જરૂરને હટાવી દેશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satellite Communication Mobile Tower Starlink
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ