બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોબાઈલના યુઝર્સની બલ્લે બલ્લે! નેટવર્ક વગર જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ, સેટેલાઈટ સર્વિસનું ટ્રાયલ શરૂ
Last Updated: 11:39 AM, 22 November 2024
ભારત સરકારની ટેલિકોમ કંપની BSNL એ એક નવી સેવા શરૂ કરી છે જેમાં સીધા સેટેલાઈટની મદદથી ચાલશે ઈન્ટરનેટ. આ સેવાને અમલમાં મૂકવા મટે BSNLની મદદ viasat નામની એક અમેરિકન કંપણી કરી રહી છે. આ સેવાથી દેશના સાવ છેવાડાના વિસ્તારમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. ઘણા લોકો હજુ આ સુવિધાથી અજાણ છે ત્યારે ચાલો જાણીએ આ સેવા વિશે વિસ્તૃતમાં.
ADVERTISEMENT

શું છે BSNL Satellite-to-Device સર્વિસ
ADVERTISEMENT
આ નવી સેટેલાઈટ સેવાથી છેક છેવાડાના વિસ્તારમાં પણ ઈન્ટરનેટ કનેક્શન મળી શકશે. એટલે હવે જો તમે પહાડો પર ફરવા જાવ કે પછી વર્જીન બીચ પર કે પછી જંગલમાં છેક અંદર સુધી ટ્રેકિંગ માટે જાવ તો જે જગ્યાએ તમારા મોબાઈલમાં નેટવર્ક ના હોય કે ના વાઈ ફાઈ હોય તો ત્યાં પણ તમે ઈન્ટરનેટ સેવાનો લાભ લઈ શકશો. આ સેવાથી તમે ઇમરજન્સી કોલ, sos મેસેજ અને UPI પેમેન્ટ પણ કરી શકશો. જો કે આ સેવાથી તમે નોર્મલ ફોન કે sms કરી શકશો તે હજુ સુધી નક્કી નથી.

ADVERTISEMENT
કેવી રીતે કામ કરશે આ સર્વિસ ?
આ સેવામાં સેટેલાઈટનો ઉપયોગ કરવામાં આવશે. અઅ સેટેલાઈટ ધરતીથી લગભગ 36,000 કિલોમીટર દૂર છે, આની મદદથી તમે નો નેટવર્ક એરિયામાં પણ મેસેજ મોકલી કે રિસીવ કરી શકશો.
ADVERTISEMENT

વધુ વાંચો: શિયાળામાં હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો, આ લક્ષણોને ઈગ્નોર કરવાથી જીવનું જોખમ
ADVERTISEMENT
કોણ લઈ શકશે લાભ?
આ સેવાનો ટ્રાયલ ટેસ્ટિંગની શરૂઆત ઓકટોબર 2024 થી જ ચાલી રહી છે અને બીએસએનએલ આ સેવ આવતા મહિનાથી શરૂ કરશે. જો કે હજુ સુધી કોઈ માહિતી મળી નથી કે આ સેવાનો લાભ લેવા મઆતે કેટલો ચાર્જ ચુકવવાનો રહેશે કે પછી કયા ફોનમાં તે સુવિધા મળી શકશે. જો કે એ વાત તો નક્કી છે કે ભારતના ટેલિકોમ સેક્ટર માટે આ એક ખૂબ મોટું પગલું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.