બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Viral / Video: 'મુંબઇ ઉતર, પછી દેખાડું તને....', મરાઠી ભાષાને લઇ ફ્લાઇટમાં મહિલાનું ઉદ્ધતાઇભર્યું વર્તન
Last Updated: 09:48 AM, 24 October 2025
મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI676 પર ખૂબ જ ગંભીર અને વિવાદાસ્પદ ઘટના બની છે. વીડિયો અનુસાર, કોલકાતા થી મુંબઈ જતી ફ્લાઇટમાં એક યુટ્યુબર અને એક મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલાએ યુટ્યુબરને એવી વાત પૂછી લીધી કે , જેના કારણે આ વીવાદ વધારે ગંભીર બની ગયો છે.
ADVERTISEMENT

યુટ્યુબરે મહિલા સાથે જે પણ બોલાચાલી થઇ તેને રોકોર્ડ કરીને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો હતો. વીડિયો થોડા જ સમયમાં ખૂબ જ વાયરલ થઇ ગયો , તો તેમાં મહિલા કહે છે કે, "જો તમે મુંબઈ જવા માંગો છો, તો તમારે મરાઠી બોલવી પડશે."યુટ્યુબર મરાઠી ન આવડતી હોવાનું જણાવે છે, તો મહિલાએ જવાબ આપ્યો, "મુંબઈ ઉતરી જા અને પછી હું તને બતાવીશ કે અસભ્યતા શું હોય છે."
ADVERTISEMENT

આ બાદ યુટ્યુબરે વીડિયોના અંતમાં જણાવ્યું કે આ ઘટના ફક્ત તેના વિષે નથી, પણ તે “એવા માનસિકતા વિશે છે જે ખતરનાક રીતે સામાન્ય બની રહી છે. કોઈ વ્યક્તિને ભાષા પર દબાણ ના થવું જોઈએ અને કોઈને ધમકી નહીં આપવામાં આવવી જોઈએ.”
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે યુટ્યુબર 16A સીટ પર બેઠો હતો અને મહિલાએ શરુઆત કરી હતી કે તે મરાઠી બોલે નહિ તો ફ્લાઇટ છોડવી પડશે. બાદમાં, યુટ્યુબર શાંતિથી પૂછે છે કે શું આ અસભ્યતા છે, ત્યારે મહિલા વધુ તણાવ ભર્યો જવાબ આપે છે. વિડિયો પોસ્ટ કર્યા પછી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સએ એર ઇન્ડિયાને ટ્વીટ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કઈંક લોકોએ વિવાદ પર શંકા પણ વ્યક્ત કરી છે અને પૂછી રહ્યા છે કે સમગ્ર ઘટના સાચી છે કે કેમ.
આ પણ વાંચો : દિવાળી પહેલા સરકારનું એલાન, સરકારી કર્મચારીઓને મળશે 31,000 રૂપિયાનું બોનસ
ADVERTISEMENT
વિડિયો પર ટિપ્પણીઓમાં ચર્ચા વાઇરલ થઈ છે. કેટલીક ટિપ્પણીઓમાં મહિલા હ્યુન્ડાઈ શર્ટમાં જોવા મળે છે, જેના કારણે કંપનીઓની જવાબદારી પણ ચર્ચામાં છે. જોકે, મોટાભાગના લોકોનું માનવું છે કે કોઈપણ મુસાફરે ફક્ત અલગ ભાષા બોલવાને કારણે અસુરક્ષિત કે અપમાનિત અનુભવવો નહિ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.