ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / દિવાળી પહેલા સરકારનું એલાન, સરકારી કર્મચારીઓને મળશે 31,000 રૂપિયાનું બોનસ

નિર્ણય / દિવાળી પહેલા સરકારનું એલાન, સરકારી કર્મચારીઓને મળશે 31,000 રૂપિયાનું બોનસ

Published By: Priykant Shrimali

Last Updated: 09:46 PM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali Bonus : ત્રણ મહાનગર પાલિકાના કર્મચારીઓને વિશાળ બોનસની જાહેરાત, લાખો કર્મચારીઓના ઘરમાં ખુશીઓની લહેર

ADVERTISEMENT

Diwali Bonus : મુંબઈ, થાણે અને નવી મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે આ દિવાળી ખાસ બની રહી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ત્રણ મહાનગર પાલિકાના કર્મચારીઓને વિશાળ બોનસની જાહેરાત કરી છે, જેનાથી લાખો કર્મચારીઓના ઘરમાં ખુશીઓની લહેર ફેલાઈ છે.

BMC અને BEST કર્મચારીઓ માટે ₹31,000

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તથા BESTના તમામ પાત્ર કર્મચારીઓને દિવાળીના પાવન અવસરે ₹31,000ની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. ગયા વર્ષે આ રકમ ₹28,000 હતી, જ્યારે 2023માં ₹25,000 આપવામાં આવ્યું હતું. આ વર્ષે રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જે કર્મચારીઓના ઉત્સાહમાં વધારો લાવશે. આ બોનસ હેઠળ BMCના પાત્ર અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ સહાયિત ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ (શિક્ષણ સહાયકો અને શિક્ષણ સેવા કાર્યકરો સહિત) ને આ રકમ મળશે.

સાથે સાથે BMCએ જાહેરાત કરી છે કે, કોમ્યુનિટી હેલ્થ વોલેન્ટિયર્સ (CHVs) ને 'ભાઈ બીજ' નિમિત્તે ₹14,000ની ભેટ આપવામાં આવશે. કિન્ડરગાર્ટન શિક્ષકો અને સહાયકો માટે ₹5,000ની વિશેષ રકમ આપવામાં આવશે. આ લાભો શિક્ષક તાલીમ સંસ્થાઓના સહાયિત અને બિનસહાયિત કર્મચારીઓને પણ મળશે.

થાણેના કર્મચારીઓ માટે ₹24,500

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ ખુશખબર છે. તેમને આ વર્ષે દિવાળી બોનસ તરીકે ₹24,500 મળશે. આ નિર્ણયથી થાણેના હજારો કર્મચારીઓને આર્થિક રાહત મળશે.

આ પણ વાંચો : ભારત પાસે વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના, રેન્કિંગમાં ચીન-જાપાનને પછાડ્યું

નવી મુંબઈના કર્મચારીઓને સૌથી વધુ ₹34,500

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC)ના કર્મચારીઓ માટે આ વર્ષે સૌથી વધુ રકમના બોનસની જાહેરાત કરવામાં આવી છે. તેમને ₹34,500 મળશે. આ રકમ છેલ્લા વર્ષો કરતાં વધુ છે, અને આ નિર્ણયથી નવી મુંબઈના કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે. BMCના એક નિવેદન અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારે BMCના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Bonus Municipal Employees Maharashtra

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ