બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / 17 વર્ષીય કાર ચાલકે ટક્કર મારતા મુંબઈના ઉદ્યોગપતિનું ઘટનાસ્થળે જ મોત

CCTV / 17 વર્ષીય કાર ચાલકે ટક્કર મારતા મુંબઈના ઉદ્યોગપતિનું ઘટનાસ્થળે જ મોત

Published By: Priyankka Triveddi

Last Updated: 09:40 AM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇમાં વધુ એક હીટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરે કારની હડફેટે એક વ્યક્તિને લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે.

Mumbai Road Accident: મુંબઇના કલ્યાણ-ડોંબિવલી રિંગ રોડ પર એક ભયાનક હીટ એન્ડ રનની ઘટન સામે આવી છે જેમાં એક ભયાનક અકસ્માતમાં એક 42 વર્ષીય ઉદ્યોગપતિ શ્રીનિવાસ તંડાલેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ મામલે મળતી માહિતી મુજબ 17 વર્ષીય સગીર યુવક દ્વારા ચલાવવામાં આવતી કારએ તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ તંડાલે હવામાં ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ચિંતા વ્યાપી છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વાહન તેની માતાના નામે નોંધાયેલું હતું. આ મામલે પોલીસે સગીર યુવકની સાથે તેની માતા સામે પણ ફરિયાદ નોંધી છે અને બંનેને આરોપી બનાવ્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વાહનની ઝડપ, ડ્રાઇવિંગ પરિસ્થિતિ અને અન્ય પરિબળોનું વિશ્લેષણ કરવામાં આવશે.

ખાસ નોંધ: આ અકસ્માતના CCTV ફૂટેજ તમને વિચલિત કરી શકે છે.

આ પણ વાંચો: અનંત-રાધિકાની રોમેન્ટિક ડ્રાઇવ સોશિયલ મીડિયામાં વાયરલ, મધરાત્રે મુંબઈના રસ્તે દોડાવી રોલ્સ-રોયસ

આ અકસ્માત ફરી એકવાર સવાલ ઉભો કરે છે કે સગીર વયના યુવકોને વાહન ચલાવવા કેમ દેવામાં આવે છે અને તેની જવાબદારી કોની છે. શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને કડક નિયમો અને તેની અમલવારી ખૂબ જ જરૂરી બની છે. પોલીસ અને પ્રશાસન દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Crash Road Accident Minor Driver

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ