ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / મુંબઈ એરપોર્ટ પરથી 37 કરોડનું સોનું જપ્ત,DRIએ 24 મહિલાઓની કરી ધરપકડ

કાર્યવાહી / મુંબઈ એરપોર્ટ પરથી 37 કરોડનું સોનું જપ્ત,DRIએ 24 મહિલાઓની કરી ધરપકડ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:10 AM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના એરપોર્ટ પર એક મોટી તસ્કરીનો પર્દાફાશ થયો છે જે અંતર્ગત 24 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કરોડો રૂપિયાનું સોનું જપ્ત થયું છે. DRIએ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને 24 મહિલાઓને પકડી મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

મુંબઈ એરપોર્ટ પર સોનાની મોટી દાણચોરીનો પર્દાફાશ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક મોટો કિસ્સો બહાર આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરીને 24 મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ પાસેથી કુલ 29.37 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે 37.74 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ કાર્યવાહી “ઓપરેશન ધાહાબુ બ્લિટ્ઝ” નામથી હાથ ધરવામાં આવી હતી. જે આ વર્ષે મુંબઈ એરપોર્ટ પર થયેલી સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. “ધાહાબુ” શબ્દનો અર્થ સ્વાહિલી ભાષામાં સોનું થાય છે.

નૈરોબીથી આવી હતી ગેંગ

અધિકારીઓએ જણાવ્યું કે DRIને અગાઉથી માહિતી મળી હતી કે કેન્યાના નૈરોબી શહેરથી આવતી કેટલીક મહિલાઓ સોનાની દાણચોરીમાં સંકળાયેલી છે. આ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી અને નૈરોબીથી મુંબઈ આવેલા વિદેશી મહિલા ગ્રુપની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની બેગ, કપડાં અને અન્ય સામાનમાંથી 25.10 કિલોગ્રામ સોનાની લગડીઓ અને 4.27 કિલોગ્રામ સોનાના દાગીના મળી આવ્યા. આ બધું સોનું ખૂબ ચાલાકીથી છુપાવીને લાવવામાં આવ્યું હતું જેથી સુરક્ષા તપાસમાં ઝડપાઈ ન જાય.

આ પણ વાંચો: ઢોંગી બાબા અશોક ખરાત પર EDનો સકંજો, 130 ખાતાઓની થશે તપાસ, મની લોન્ડરિંગનો કેસ દાખલ

સુવ્યવસ્થિત રેકેટનો સંકેત

તપાસમાં વધુ ખુલાસો થયો કે આ મહિલાઓને સોનું કેવી રીતે છુપાવવું અને એરપોર્ટની સુરક્ષા તપાસથી કેવી રીતે બચવું તેની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક સામાન્ય ઘટના નહીં પરંતુ એક સુવ્યવસ્થિત અને સંગઠિત દાણચોરી રેકેટનો ભાગ છે. આવા ગેંગ્સ લોકોનો ઉપયોગ “કુરિયર” તરીકે કરીને મોટી માત્રામાં સોનું દેશમાં લાવવા પ્રયત્ન કરે છે. હાલ ધરપકડ કરાયેલી તમામ મહિલાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે DRI દ્વારા આ રેકેટના મુખ્ય સુત્રધારો સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold smuggling Gold seizure Mumbai airport

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ