ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / ઢોંગી બાબા અશોક ખરાત પર EDનો સકંજો, 130 ખાતાઓની થશે તપાસ, મની લોન્ડરિંગનો કેસ દાખલ

મહારાષ્ટ્ર / ઢોંગી બાબા અશોક ખરાત પર EDનો સકંજો, 130 ખાતાઓની થશે તપાસ, મની લોન્ડરિંગનો કેસ દાખલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:40 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News: ઇડીએ અશોક ખરાત ઉર્ફે કેપ્ટન સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. 63 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અને 1,500 કરોડ સુધીની સંપત્તિની તપાસ ચાલુ છે.

ADVERTISEMENT

પોતાને ધર્મગુરુ કહેનારા અશોક ખરાત ઉર્ફે 'કેપ્ટન'ની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. EDએ તેમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. આ કાર્યવાહી મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં ખાસ કરીને નાસિકમાં દાખલ કરાયેલી અનેક FIR પર આધારિત છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પુષ્ટિ કરી છે કે કેન્દ્રીય એજન્સી હવે ખરાતના બેંક વ્યવહારો, મિલકતો અને વિદેશ સાથે સંબંધીત લેવળ દેવળની સંપૂર્ણ તપાસ કરશે.

ઇડીએ આ મામલે ECIR દાખલ કરી તપાસ શરૂ કરી છે. એજન્સી હાલમાં 'સમતા નગરી પત સંસ્થા' જેવી ક્રેડિટ સોસાયટીઓ સાથે જોડાયેલા 130 થી વધુ બેંક ખાતાઓની તપાસ કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે ભંડોળના સાચા સ્ત્રોતને છુપાવવા માટે રચાયેલ જટિલ સિસ્ટમ દ્વારા કુલ 63 કરોડથી વધુના વ્યવહારો કરવામાં આવ્યા હતા.

સૌથી ચોકાવનારી વાત એ છે કે અશોક ખરાતને અનેક ખાતાઓમાં નોમિની તરીકે બતાવવામાં આવ્યા હતા, આ ખાતાઓ તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ચલાવવામાં આવતા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ખાતાઓ પર તેમનો સીધો કંટ્રોલ હતો.

ધાકધમકી આપીને સસ્તી જમીન ખરીદવાના આરોપો

ઈડી તપાસમાં ખરાતનું મોટું રિયલ એસ્ટેટ નેટવર્કનો પણ સામે આવ્યું છે. તેની મિલકતોની કિંમત રૂપિયા 200 કરોડથી 1500 કરોડ સુધીની હોવાનો અંદાજ છે. એવો આરોપ છે કે તેમણે નાસિક, શિરડી અને પુણે જેવા વિસ્તારોમાં લોકો પર માનસિક દબાણ બનાવવા માટે શ્રાપ અને ખરાબ શુકનની ધમકીનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ તેમને ખૂબ ઓછી કિંમતે તેમની જમીન અથવા મિલકત વેચવા મજબુર કરતા હતા. એસઆઇટીને ઘણા કેસોના પુરાવા મળ્યા છે જ્યાં ડર અને અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને મિલકતો હડપ કરવામાં આવી હતી.

CA પણ તપાસ હેઠળ, 100 કરોડ રૂપિયાની સંપત્તિ તપાસ હેઠળ

તપાસ હવે ખરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રકાશ પોફલે સુધી પહોંચી છે. પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં તેના નામે અંદાજે 100 કરોડ રૂપિયાની મિલકતો મળી આવી છે. આમાં 18 રો-હાઉસ અને અનેક જમીનના ટુકડાનો સમાવેશ થાય છે, પરંતુ દસ્તાવેજોમાં તેમની કિંમત માત્ર 19.56 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. EDને શંકા છે કે પોફલેએ ખરાતના કાળા નાણાંને સફેદ કરવામાં અને તેમની બેનામી મિલકતોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પરિવારના નામે પણ મિલકતો

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ખરાતની પુત્રી સૃષ્ટિ ખરાત પુણેના મોડેલ કોલોનીમાં 1.2 કરોડ રૂપિયાનો વૈભવી ફ્લેટ ધરાવે છે. આશ્ચર્યજનક રીતે આ ફ્લેટ માટે કોઈ માન્ય ચુકવણી રેકોર્ડ મળ્યા નથી. આ સિવાય નાસિક, સિન્નાર અને શિરડીમાં 52 થી વધુ જમીનો પણ તપાસ હેઠળ છે.

અશોક ખરાત પહેલાથી અનેક ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. નાસિક પોલીસ કસ્ટડીમાં રહેલા ખરાત પર બળાત્કાર, કાળો જાદુ અને છેતરપિંડીના કેસ નોધાયેલ છે. અત્યાર સુધીમાં તેની સામે કુલ 12 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એવો પણ આરોપ છે કે તેણે આધ્યાત્મિક ઉપાયો અને ખાસ અનુષ્ઠાનના નામે અનેક ઉદ્યોગપતિઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ નેશનલ / મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, સભાપતિએ મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દીધો

ઇડી હવે બેંક રેકોર્ડ, મિલકતના દસ્તાવેજો અને વિદેશી વ્યવહારોની બારીકાઈથી તપાસ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ શકે છે, જેમાં ખરાતના રાજકીય અને વહીવટી સંબંધોનો ખુલાસો પણ સામેલ છે. એ સ્પષ્ટ છે કે ઇડીની એન્ટ્રી "કેપ્ટન" ની મુશ્કેલીઓને વધુ વધારશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ED Maharashtra News Ashok Kharat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ