બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 AM, 18 August 2025
Mumbai Rainfall Alert 2025: ગઇકાલ એટલે કે રવિવારથી મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બોરિવલી, થાણે, કલ્યાણ, મુલુંડ, પવઈ, સાન્તાક્રુઝ, ચેમ્બુર અને કોલાબા જેવ વિસ્તારોમાં વરસાદને પગલે IMD એ Orange Alert જાહેર કર્યું છે. IMD ની ચેતવી અનુસાર જોરથી પણ ફૂંકાવાની સાથે 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાયગઢ, રત્નાગિરી, સતારા, કોલ્હાપુર અને પૂણે માટે IMD એ Red Alert જાહેર કર્યું છે. બૃહન્મુંબઈ મહાગર પાલિકા ના જણાવ્યા અનુસાર આજે એટલે કે સોમવરે મુંબઈમાં 6 શોર્ટ સર્કિટ અને 19 જગ્યાએ ઝાડ પાડવાની ઘટના બની છે. રવિવારે માટુંગા વિસ્તારમાં વરસાદ દરમિયાન વીજળીના મીટર બોક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. કિંગ્સ સર્કલ જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જ શોર્ટ સર્કિટ અને આગ લાગવાની ઘટનાનો ખતરો વધી જાય છે.
ADVERTISEMENT
દક્ષિણ મુંબઈના મરીન લાઇન્સ સ્ટેશન પાસે આવેલી પ્રભુ ગલીમાં એક 2 માળmની બિલ્ડિંગની સીડી તૂટી જવાની ઘટના પણ બની હતી. અમુક લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા જેમને તત્કાલ પોલિસે આવીને બચાવ્યા હતા. વિક્રોલી પાર્કસઇટમાં વરસાદના લીધે થયેલ ભૂસ્ખલનમાં 2 લોકોના જીવ પણ ગયા હતા. જે મુંબઈની બિલ્ડિંગોની મજબૂતી પર સવાલ ઊભા કરે છે.
મેઘમહેર વચ્ચે મુંબઈનો દરિયો હિલ્લોળે ચડ્યો, જુઓ Video#mumbai #gujaratinews #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/1mK544edd3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 18, 2025
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મહાગર પાલિકાનો રિપોર્ટ:
ADVERTISEMENT
આ આંકડાઓ દર્શાવે છે કે ભલે વરસાદનું પ્રમાણ ઓછું દેખાય પણ તેની અસર ખૂબ ખતરનાયક સાબિત થઈ શકે છે.
શું વરસાદને લીધે મુંબઈ ધીમું પડી જશે?
ADVERTISEMENT
શનિવારથી સતત વરસાદને પગલે લોકલ ટ્રેન સેવાઓને ખૂબ મોટા પાયે અસર થઈ છે. નીચાણવાળા વિસ્તારમાં અને ટ્રેનના પાટા પર પાણી ભરાઈ જવાને કારણે લોક ટ્રેન સેવા ખોરવાઇ છે. સોમવાર સવારે પણ સેંટ્રલ રેલવેની લોકલ ટ્રેન લેટ થઈ હતી જે એ સવાલ ઊભો કરે છે કે શું વરસાદ મુંબઈની રફતારને ધીમી કરી દેશે?
મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પણ ભારે વરસાદનો ભય
ADVERTISEMENT
મુંબઈ સાથે મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મુંબઈ માટે આગામી 2 દિવસ 'અતિભારે'! છેક રત્નાગિરીથી લઇને કોલ્હાપુર સુધી ભૂક્કાં બોલાવશે

શું મુંબઈ ફરી ડૂબશે?
દર વર્ષે વરસાદ દરમિયાન મુંબઈની પરિસ્થિતિ લગભગ આવી જ હોય છે - રસ્તાઓ ધોવાઈ જવા, લોક ટ્રેન લેટ થવી, વીજળીના તાર પર ધુમાડો. એવામાં સવાલ એ થાય કે શું આ વર્ષે પણ મુંબઈ વરસાદ સામે હારી જશે ? કે પછી શહેર કોઈ તેનું કાયમી સમાધાન શોધી શકશે..?
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.