બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / મુંબઈ માટે આગામી 2 દિવસ 'અતિભારે'! છેક રત્નાગિરીથી લઇને કોલ્હાપુર સુધી ભૂક્કાં બોલાવશે

IMD વૉર્નિંગ / મુંબઈ માટે આગામી 2 દિવસ 'અતિભારે'! છેક રત્નાગિરીથી લઇને કોલ્હાપુર સુધી ભૂક્કાં બોલાવશે

Priyankka Triveddi

Last Updated: 08:27 AM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં શુક્રવાર રાતથી જ ભારે વરસાદની સ્થિતિ છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં વરસાદે મુંબઈમાં માઝા મૂકી છે. મુંબઈ અને કોંકણમાં અનેક જગ્યાએ ભારે વરસાદ છે.

Mumbai Rain: મુંબઈમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મુંબઈમાં વરસાદે માઝા મૂકી છે. મુંબઈ અને કોંકણમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સ્થિતિ છે. સાન્તાક્રુઝમાં શુક્રવારે સવારે 8.30 થી શનિવાર સવાર સુધી 244.7 મિલી વરસાદ નોંધાયો છે. આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કોંકણ ઘાટ પર મંગળવાર સુધી ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 20 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા માટે ચેતવણી આપી છે. કોઇપણ આપાત કાલિન સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

મુંબઈમાં વરસાદનો રેકોર્ડ તૂટયો

શુક્રવાર રાતે મુંબઈમાં વરસાદમાં વધારો થયો હતો. શુક્રવારે સાંજે જ 5.30 વાગ્યા સુધી સાન્તાક્રુઝમાં જ 16.7 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 8.30 વાગ્યા સુધી 244.7 મીમી વરસાદ નોંધાયો. શનિવાર સવારે કોલબમાં 83.2 મીમી વરસાદ નોંધાયો. આ વરસાદને કારણે મધ્ય મુંબઈમાં ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા. બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને પૂર્વ-પશ્ચિમ ટ્રફ પણ બન્યો છે.

21 સુધી વરસાદની સંભાવના

લોકલ હવામાન વિભાગએ સ્પષ્ટતા કરી છે કે અરબ સાગરમાંથી ફૂંકાતા પવનની અસર કોંકણ પ્રદેશ પર દેખાઈ રહી છે. આ અસર ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આ નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 18 ઓગસ્ટ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. 18 ઓગસ્ટ સુધીમાં તેની તીવ્રતા ઘટશે. તો 18 ઓગસ્ટે બંગાળની ખાડીમાં બીજો એક નીચું દબાણ બની શકે છે જેની અસરને કારણે 21 ઓગસ્ટ સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

કોંકણમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, રત્નાગિરીમાં સોમવાર સુધી રેડ એલર્ટ

શનિવાર સવારે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. બપોર સુધી વરસાદ ઓછો થયો. જે પછી સાંજે ફરી વરસાદ શરૂ થયો હતો.રવિવારે પણ વરસાદની સ્થિતિ હતી તે પછી સોમવાર માટે રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કોંકણના બીજા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પણ અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

પૂનામાં રેડ એલર્ટ

પૂનાના ઘાટ વિસ્તારમાં સોમવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોલ્હાપુર ઘાટી વિસ્તારમાં પણ સોમવાર માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતારા વિસ્તારમાં પણ આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાસિક ઘાટ ક્ષેત્રમાં સોમવારે ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. અને આ ઉપરાંત મંગળવાર અને બુધવારના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: એર ઇન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ દરમિયાન થયું એવું કે, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Vtv App Promotion 2

માછીમારોને ચેતવણી

16-20 ઓગસ્ટ સુધી કોંકણ ઘાટ પર 50-60 કિમી/કલાક ની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સથે સમુદ્રમાં પણ ઉથલ-પાથલની સ્થિતિ રહેશે. અને માટે જ માછીમારોને આ સમય દરમિયાન સમુદ્રમાં જવાની મનાઈ ફરમાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pune Weather Mumbai Rains News Rains in Mumbai Today
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ