બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:57 PM, 15 January 2026
BMC Election 2026: એશિયાનો સૌથી મોટી મહાનગર પાલિકા માટે મતદાન આજ સવારના 7.30 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં 29 મહાનગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે. સવારના 7.30 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે અને સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન ચાલશે જેની મતગણતરી આવતીકાલ 16 જાન્યુઆરીના રોજ થશે. 29 મહાનગર પાલિકામાં કુલ 3.48 કરોડ વૉટર્સ છે અને 15931 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. સૌથી મોટી લડાઈ BMC ને લઈને છે જેના માટે ખરાખરીનો જંગ ખેલાશે.
ADVERTISEMENT
#WATCH नागपुर: महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस ने नगर निगम चुनाव में मतदान करने के बाद कहा, "नगर निगम का चुनाव हो रहा है। यह हमारे लोकतंत्र की एक ऐसी इकाई है, जिसे हम लोकतंत्र की मूलगामी आधारशीला कह सकते हैं इसलिए इसमें मतदान करना महत्वपूर्ण है...मेरी सभी से प्रार्थना… pic.twitter.com/ne5kC4oCLM
— ANI_HindiNews (@AHindinews) January 15, 2026
મુંબઈ મહાનગર પાલિકામાં કુલ 10344315 મતદાતાઓ છે. જેમાં 5515707 પુરુષ, 4826509 મહિલાઓ અને 10999 અન્ય સામેલ છે. આ વખતની ચૂંટણીમાં 1700 ઉમેદવારો મેદાનમાં તેમની કિસ્મત આજમાવવા માટે ઉતર્યા છે. જેમાં 878 મહિલાઓ અને 822 પુરુષોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
#WATCH महाराष्ट्र: MNS प्रमुख राज ठाकरे अपने परिवार के साथ BMC चुनावों में वोट डालने के लिए मुंबई के एक मतदान केंद्र पहुंचे। pic.twitter.com/VejRFcQ1CC
— ANI_HindiNews (@AHindinews) January 15, 2026
ADVERTISEMENT
BMC ઉપરાંત થાણે, નવી મુંબઈ, પૂણે, નાગપુર, નાશિક, કોલ્હાપુર, ઔરંગાબાદ ( છત્રપતિ સંભાજી નગર) સહિત કુલ 28 મોટી મહાનગર પાલિકામા મતદાન થઈ રહ્યું છે. મુંબઈ સહિત અનેક શહેરોમાં 25000 થી વધી પોલીસ કર્મચરીઓને મેદાનમાં ઉતારાયા છે જેથી શાંતિપૂર્ણ મતદાન થઈ શકે. જેમાં ACPs, DCPs, SRPF અને QRT હોમગાર્ડનો સમાવેશ થાય છે. આ વખતે વોટિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈના BMC માં એક વોટર એક જ વોટ કરશે જ્યારે બાકીના 28 મહાનગર પાલિકા ક્ષેત્રમાં એક વોટર ચાર વોટ આપશે. આનું કારણ એ છે કે મુંબઈ સિવાય અન્ય નગમ નગરમાં બહુ-સભ્ય મતદાન સિસ્ટમ અપનાવશે.
#WATCH मुंबई: गीतकार गुलज़ार ने महाराष्ट्र नगर निगम चुनाव 2026 के लिए मतदान करने के बाद कहा, "हमारी अपने वतन में जड़े हैं और आपका वोट देना उन जड़ों को पालना है और लोकतंत्र को पालना है इसलिए यह फर्ज़ जरूर पूरा करें..." pic.twitter.com/rgagDZpZBI
— ANI_HindiNews (@AHindinews) January 15, 2026
ADVERTISEMENT
મુંબઈ મહાનગર પાલિકામાં 227 સીટ્સ છે. અંહિયા મતદાર એક વાર જ વોટ નાખે છે અને ને 28 મહાનગર પાલિકામાં વોટર ચાર વાર મતદાન કરે છે. એટલે કે એલ વૉટરે 4 EVM માં વોટ નાખવાનો હોય છે. આ એટલા માટે કે ત્યાં એક વોર્ડમાં 4 સભ્ય (નગર સેવક) ચૂંટાય છે ત્યાં બહુ-સભ્યપધ્ધતિ છે. એટલે એક મતદારે 4 વાર મત આપવાનો હોય છે.
'....જેથી યોગ્ય વ્યક્તિને પસંદ કરી શકીએ', BMC ચૂંટણીમાં વોટિંગ કરવા આવેલ અક્ષય કુમારની અપીલ #AkshayKumar #BMCElections #VoteForDemocracy #MumbaiNews #IndianElections #CelebrityVoting #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 15, 2026
Video Source: ANI pic.twitter.com/IVUoz8moVF
ADVERTISEMENT
મુંબઈ મહાનગર પાલિકાના મતદાન માટે સવારથી લોકો મત કરવા માટે ઉમટ્યા છે અને લાઇનમાં ઊભા છે જેમાં બૉલીવુડ સ્ટાર્સ પણ મતદાન કરી રહે છે. બૉલીવુડના અક્ષય કુમાર, નાના પટેકર, કૈલાશ ખેર, ગુલઝાર, જુનેદ ખાન, જોન અબ્રાહમ, સુનિલ શેટ્ટી, તો ક્રિકેટર સચિન તેંડુલકર, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને બીજેપીના સિનિયર નેતા ઉપરાંત, સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે, પ્રિયંકા ચાતુર્વેદી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, શનાયા NC પણ વોટિંગ માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
અક્ષય કુમારે વોટ કર્યા પછી કહ્યું હતું કે
"આજે BMC ની ચૂંટણી છે, હું દરેક લોકોને કહીશ કે વોટ ચોક્કસ કરે જેથી આપણે મતદાન કરીને સાચી વ્યક્તિને ચૂંટી શકીએ."

#WATCH मुंबई: भाजपा सांसद हेमा मालिनी ने कहा, "मैं मुंबईकर से विनती करती हूं कि सभी को वोट देना चाहिए... ये मुंबई के सभी नागरिकों के लिए जरूरी है। अगर आपको सुरक्षा, प्रगति, अच्छी हवा चाहिए, गड्ढा मुक्त सड़क चाहिए तो हमें जिम्मेदारी लेनी पड़ेगी। मताधिकार का उपयोग करेंगे तो शहर और… https://t.co/eIekomjfLb pic.twitter.com/lUsFiirZbE
— ANI_HindiNews (@AHindinews) January 15, 2026
BMC ઇલેક્શનમાં વોટ કર્યા પછી એક્ટ્રેસ અને બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે
" હું દરેકને આગ્રહ કરું છું કે બહાર નીકળીને વોટ કરો. મારી જેમ જ, હું આજે સવારે વોટ કરવા આવી હતી. જો તમે મુંબઈમાં સુરક્ષા, પગતિ, સ્વચ્છ હવા અને ખાડામાંથી રાહત ઈચ્છો છો તો બધાએ જવાબદારી લેવી પડશે અને વોટ કરવો પડશે. તમારા મતાધિકારનો ઉપયોગ કરીને જ તમે મુંબઈને - જેને હું દુનિયાનું સૌથી સારું શહેર ગણું છું તેને વધુ સારું બનાવી શકો છો. હું મુંબઈના તમામ નાગરિકોને અનુરોધ કરું છું કે તેઓ આવે અને સાચા ઉમેદવારોને વોટ કરે."
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.