ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Mumbai NCB seized black cocaine from Bolivian woman held drug smuggling

મુંબઇ / ભારતમાં પહેલીવાર બ્લેક કોકીન ઘુસાડવાનો પ્રયાસ, 13 કરોડના જથ્થા સાથે ઝડપાઈ વિદેશી મહિલા

Published By: Kavan

Last Updated: 04:27 PM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પહેલીવાર બ્લેક કોકીન લઇ આવવાના પ્રયાસને NCBએ નિષ્ફળ કરી છે. એક વિદેશી મહિલા પાસેથી કરોડો રૂપિયાનું કોકીન જપ્ત કર્યા બાદ મહિલાની થઇ ધરપકડ.

ADVERTISEMENT

  • ભારતમાં બ્લેક કોકીન લઇ આવવાના પ્રયાસ
  • NCBએ નિષ્ફળ કર્યાં પ્રયાસો
  • કરોડો રૂપિયાનું કોકીન જપ્ત 

મુંબઇ: ભારત જેવા વિશાળ દેશમાં ડ્રગ્સના કિસ્સાઓ વધતાં નજરે પડી રહ્યાં છે ત્યારે ભારતનું સજાગ તંત્ર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો NCB વધુ એક મિશનમાં સફળ થઇ છે. ભારતમાં કદી ન આવેલ, બ્લેક કોકીન NCBએ ઝડપ્યું છે. કોકીન ભારત લઇ આવનાર મહિલા પાસેથી આશરે 13 કરોડનો બ્લેક કોકીન ઝડપાતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે. 

બોલિવીયાની હતી મહિલા
NCBને માહિતી મળેલ હતી કે સાઉથ અમેરિકન નેશનલથી મુંબઇ એરપોર્ટ પર કોઇ આવી રહ્યું છે જેની પાસે ડ્રગ્સનો જથ્થો છે. તેથી NCBએ કુલ 3.20 કિલોનું બ્લેક કોકીન બોલિવીયાની મહિલા પાસેથી જપ્તા કર્યું.  આ મહિલા બ્રાઝિલથી ગોવા ટ્રાવેલ કરી રહી હતી.

બ્લેક કોકીનની ખાસિયત..
બ્લેક કોકીનની ખાસિયત એ છે કે તે સ્કેનિંગ દરમિયાન પણ પકડી શકાતો નથી. વધુમાં કૂતરાંઓને તેની ગંધ પણ આવતી નથી. એજન્સીને દગો આપવા કોકીનને એક કેમિકલમાં ભેળવીને તેનો રંગ બદલી દીધો હતો અને ગંધ પણ બદલી દેવાતાં કૂતરાંઓ સસ્પેક્ટ કરી શક્યા નહીં.

કુલ 2 લોકોની થઇ ધરપકડ
NCBના મુંબઇ ઝોનલ ડાયરેક્ટર અમિત ઘાવટેએ જણાવ્યું છે કે આ મામલે મુંબઇ એરપોર્ટ અને ગોવાથી સોમવારે કુલ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NCB એ જે કોકીન જપ્ત કર્યું છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 13 કરોડ રૂપિયા છે.  ભારતમાં અન્ય દેશોથી નશાની સામગ્રીઓ અને અન્ય માદક પદાર્થોની હેરાફેરીના કિસ્સાઓ લગભગ રોજ સામે આવી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cocaine Drugs Drugs India NCB એનસીબી ડ્રગ્સ મુંબઇ એરપોર્ટ ncb

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ