ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / mumbai indians romario shepherd hit 32 runs in anrich nortje over 4 sixes 2 fours ipl 2024 mi vs dc

VIDEO / 4,6,6,6,4,6..MIના Romarioએ એક ઓવરમાં બોલરને જબરદસ્ત કૂટ્યો, ફટકાર્યા 32 રન

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:10 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: 15મી ઓવર સુધી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 4 વિકેટે 138 રનનો હતો અને તેમના માટે 200 રનના સ્કોર સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું પરંતુ ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે એવી તોફાની બેટિંગ કરી કે 5 ઓવરમાં 96 રન બનાવી લીધા હતા

ADVERTISEMENT

 

વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરી છે. એક તરફ ટીમની શરૂઆત શાનદાર રહી છે. છેલ્લી 4 ઓવરમાં મુંબઈના બેટ્સમેનોએ દિલ્હીના બોલરોને બરાબરના ધોયા હતા. પરંતુ મુંબઈ માટે સૌથી મોટો હીરો રોમારિયો શેફર્ડ રહ્યો હતો. જેણે છેલ્લી ઓવરમાં 32 રન ફટકાર્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સને 234 રનના સ્કોર સુધી લઈ ગયો હતો. એક સમયે એવું લાગતું હતું કે MI માટે 215 રનનો સ્કોર પણ હાંસલ કરવો મુશ્કેલ રહશે પરંતુ શેફર્ડે એવી સિક્સર ફટકારી કે વાનખેડે સ્ટેડિયમમાં હાજર લોકો આનંદથી જૂમી ઉઠ્યાં હતાં

રોમારિયો શેફર્ડેની ધુઆધાર બેટિંગ
19મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટે 202 રન હતા. દિલ્હી તરફથી છેલ્લી ઓવર એનરિચ નોર્ટજે ફેંકી હતી. રોમારિયો શેફર્ડે તેના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે બીજા, ત્રીજા અને ચોથા બોલ પર પણ સિક્સરની હેટ્રિક ફટકારીને મેદાનમાં બલ્લે બલ્લે કરી દીધો હતો. પહેલા 4 બોલમાં 22 રન આવ્યા હતા. તેણે નોર્ટજેના પાંચમા બોલ પર ચોગ્ગો અને છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને ઓવરમાં કુલ 32 રન બનાવ્યા હતા. એનરિક નોર્ટજેએ 2 વિકેટ ઝડપી હતી પરંતુ 4 ઓવરમાં 65 રન આપ્યા હતા.

વાંચવા જેવું: 'IPL જરૂરી છે કે T20 વર્લ્ડ કપ?' MI સામેની મેચ પહેલા રિષભ પંતનો એક વિડીયો થયો વાયરલ

મુંબઈ છેલ્લી પાંચ ઓવરમાં 96 રન બનાવ્યા હતા
15મી ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 4 વિકેટે 138 રન હતો અને અહીંથી તેના માટે 200 રનના સ્કોર સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું. પરંતુ ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે એવી તોફાની બેટિંગ કરી કે, 5 ઓવરમાં 96 રન બનાવી લીધા હતા. છેલ્લી 5 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 9 ગગનચુંબી સિક્સર ફટકારવામાં આવી હતી. જો આખી ઈનિંગ્સ પર નજર કરીએ તો એમઆઈના બેટ્સમેનોએ 14 સિક્સર ફટકારી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news Mumbai Indians mi vs dc IPL 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ