ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / Mumbai court rejects Kangana's plea: 'No relief, you broke rules'

ઇનકાર / મુંબઈની કોર્ટે કંગનાની અરજી ફગાવી,'રાહત નહીં મળે,તમે નિયમો તોડયા'

Published By: Nirav

Last Updated: 11:49 PM, 1 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની એક કોર્ટે અભિનેત્રી કંગના રનૌત ની અરજીને નામંજૂર કરી દીધી છે જેમાં BMC ની કાર્યવાહીથી વચગાળાની રાહત માંગવામાં આવી છે.

ADVERTISEMENT

  • મુંબઈની કોર્ટે કંગના રનૌતની અરજીને ફગાવી 
  • વચગાળાની રાહત આપવાના મામલે કંગનાએ કરી હતી અરજી 
  • BMC વિરુદ્ધ કંગનાના મકાનનો મામલે ચાલી રહી હતી ટ્રાયલ 

આ મામલે મુંબઇની એક અદાલતે કહ્યું છે કે અભિનેત્રી કંગના રનૌત એ ખારમાં પોતાનું ઘર બનાવવા જતાં જે સર્વમાન્ય નકશો છે તેનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે BMC ની કાર્યવાહીથી વચગાળાની રાહતની માંગણી કરતી અભિનેત્રીની અરજીને ફગાવી દીધી હતી.

BMC દ્વારા અનેક નોટિસો આપવામાં આવી 

હિન્દુસ્તાન ટાઇમ્સ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ કંગના રનૌતે BMC દ્વારા આપવામાં આવેલી નોટિસની વિરુદ્ધ સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. BMC દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે કંગના રનૌત એ મકાનમાં થયેલા ગેરકાયદે બાંધકામો હટાવવા પડશે. આ સિવાય BMC તરફથી ત્રણ ફ્લેટને એક યુનિટમાં ફેરવવાના મામલે પણ વાત કરવામાં આવી હતી. BMC એ કહ્યું હતું કે કંગનાએ ત્રણ ફ્લેટને એક યુનિટમાં ફેરવીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને કોર્ટે આ વાતને સ્વીકારી હતી. 

કંગનાના વકીલે કહ્યું - ઉલ્લંઘન સ્પષ્ટ રીતે જણાવ્યું નથી

કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કોર્ટમાં કહ્યું કે BMC દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ઉલ્લંઘન કરાઈ હોય તે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. BMC ના વકીલ ધર્મેશ વ્યાસે કહ્યું - નોટિસ ફટકારતા પહેલા એક ઇજનેરે BMC વતી મકાનનો સર્વે કર્યો હતો. ઇજનેરે આ મામલે અલગ અલગ 8 ઉલ્લંઘન થઈ હોય તેવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. 

ધર્મેશ વ્યાસની દલીલોને પગલે કોર્ટે કંગના રનૌત ને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 8 માર્ચ 2013 ના રોજ આ સંપત્તિની ખરીદી દરમિયાન આવા ઉલ્લંઘન કરવામાં આવ્યા ન હતા, જેનો અર્થ છે કે આ બાંધકામો કંગનાએ જ કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

BMC Kangana Ranaut Mumbai court કંગના રનૌત Refusal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ