બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / mumbai coronavirus omicron new restrictions from 5pm to 5am maharashtra lockdown night curfew

મહામારી / સાંજે 5 વાગ્યાથી સવારે 5 સુધી આ મેગા સિટીમાં લાગૂ થઈ અનેક પાબંધી, કોરોના વધતા તાત્કાલિક જુઓ કોણે કર્યો નિર્ણય

ParthB

Last Updated: 03:46 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 198 નવા કેસ નોંધાયા હતાં.જેમાં એકલા મુંબઈમાં 190 કેસનો સમાવેશ થાય છે,રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા 450 થઈ ગઈ

  • મુંબઈ પોલીસ દ્વારા કોરોનાને લઈને નવી ગાઈડલાઈન બહાર પડાઈ  
  • આ નવા નિયમો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે
  • ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 198  નવા કેસ નોંધાયા હતા

મુંબઈ પોલીસ દ્વારા કોરોનાને લઈને નવી ગાઈડલાઈન બહાર પડાઈ  

હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે. મુંબઈની સ્થિતિ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શુક્રવારે લોકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત નવા વર્ષ પહેલા મુંબઈમાં કલમ 144 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. તેમજ સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, દરિયા કિનારાના વિસ્તારો, બગીચાઓ, ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળોએ લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.આ નિયમ દરરોજ લાગુ થશે.

આ નવા નિયમો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ખાતરી કરશે કે તેનું ઉલ્લંઘન ન થાય. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન સમારોહમાં 50 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકો જ એકઠા થઈ શકશે. આનાથી વધુ લોકોના આવવા પર પ્રતિબંધ રહેશે. બીજી બાજુ અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જ હાજર રહી શકશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સિવાય અન્ય તમામ પ્રતિબંધો યથાવત રહેશે. તેમજ આ નવા નિયમો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે. તે 15 જાન્યુઆરીની મધરાત 12 સુધી અમલમાં રહેશે.

ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 198  નવા કેસ નોંધાયા હતા

કોરોના વાયરસના સંક્રમણના  કેસોની સંખ્યા વિશે વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં દરરોજ આવતા નવા કેસોમાં મુંબઈનો મોટો હિસ્સો છે. 30 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 5368 નવા કેસ નોંધાયા છે. આમાં મુંબઈનો હિસ્સો લગભગ 66 ટકા હતો. તેમજ ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 198  નવા કેસ નોંધાયા હતા

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Mumbai new restrictions omicron ઓમિક્રોન કોરોના વાયરસ ગુજરાતી ન્યૂઝ નવી ગાઈડ લાઈન મુંબઈ Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ