ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni test negative for coronavirus will join chennai superkings team soon
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, એમએસ ધોની શુક્રવારે ચેન્નઈ જવા રવાના થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે BCCIએ IPLમાં ખેલાડીઓની સલામતી માટે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. નિયમો અનુસાર, દરેક ખેલાડીએ UAE જતાં પહેલા બે વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
ADVERTISEMENT
બંને પરીક્ષણો નકારાત્મક થયા પછી જ ખેલાડીઓને આઈપીએલ 2020 માં રમવાની મંજૂરી આપવામાં આવશે. આ નિયમ હેઠળ બુધવારે ધોનીએ તેની કોરોના પરીક્ષણ કરાવ્યું હતું.
ફાર્મ હાઉસમાં લેવાયું તેનું સેમ્પલ
ADVERTISEMENT
હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, રાંચીની ગુરુનાનક હોસ્પિટલે ધોની (MS Dhoni)ના ફાર્મહાઉસની મુલાકાત લઈને સેમ્પલ લીધું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના સમયથી જ ધોની સિમલિયામાં તેના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સમય દરમિયાન તે ઘણા વખતથી તેના પરિવાર સાથે રમતો જોવા મળ્યો હતો, ખાસ કરીને તેની પુત્રી જીવા સાથે. તેના ફોટા અને વીડિયો ઘણીવાર હેડલાઇન્સ બની ચૂક્યાં છે. પરંતુ હવે ધોની આઈપીએલ માટે તૈયાર છે અને શુક્રવાર સુધીમાં તે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, ધોનીની આગેવાનીમાં ચેન્નઈની ટીમ માટે એક નાનો કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં, ધોની તેના ખેલાડીઓને UAEની પીચ અને રણનીતિ વિશે માહિતી આપી શકે છે. તમને જણાવી દઇએ કે યુએઈ જવા માટે પહેલાં ધોની અને અન્ય ખેલાડીઓની ફરી એક વાર કોરોના ટેસ્ટ થશે. તે ટેસ્ટમાં પાસ થયા પછી જ ખેલાડીઓ આઈપીએલ 2020 માં રમી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ