બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લો બોલો..., જમાઈ સાથે ભાગનારી સાસુ હવે જીજાજી સાથે રફૂચક્કર, સાથે લાખોનું કરી ગઇ!

ચોંકાવતો કિસ્સો / લો બોલો..., જમાઈ સાથે ભાગનારી સાસુ હવે જીજાજી સાથે રફૂચક્કર, સાથે લાખોનું કરી ગઇ!

Published By: Jinal Chauhan

Last Updated: 12:48 PM, 12 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલીગઢમાં ચર્ચામાં રહેલા સાસુ-જમાઈ વાળા કેસે એકવાર ફરી નવો વળાંક લીધો છે.દીકરીના લગ્ન પહેલા થનારા જમાઈ રાહુલ સાથે જ સાસુ ફરાર થઈ ગઈ અને લગભગ દસ મહિના સુધી બિહારમાં તેની સાથે રહી. પરંતુ હવે તે તેના જમાઈને છોડીને તેના જીજાજી સાથે ભાગી ગઈ.

અલીગઢમાં ચર્ચામાં રહેલા સાસુ-જમાઈ વાળા કેસે એકવાર ફરી નવો વળાંક લીધો છે.દીકરીના લગ્ન પહેલા થનારા જમાઈ રાહુલ સાથે જ સાસુ ફરાર થઈ ગઈ અને લગભગ દસ મહિના સુધી બિહારમાં તેની સાથે રહી. પરંતુ હવે તે તેના જમાઈને છોડીને તેના જીજાજી સાથે ભાગી ગઈ. રાહુલનો દાવો છે કે તે બે લાખ રૂપિયા કેશ અને જ્વેલરી સાથે લઈ ગઈ છે. ફરિયાદ કરવા અલીગઢ પહોંચેલા રાહુલને પોલીસે ઘટનાસ્થળ બિહારનું હોવાનું કહીને પાછો મોકલી દીધો.

અલીગઢની એ સાસુ જે ગત વર્ષે તેના જ થનારા જમાઈ સાથે ભાગી ગઈ હતી તે ફરી એકવાર ચર્ચામાં છે. લગભગ દસ મહિના પછી જમાઈ રાહુલ સાથે બિહારમાં પતિ પત્નીની જેમ રહ્યા પછી હવે તેને અલવિદા કહી દીધું છે. આ વખતે તે તેના જીજાજી સાથે ભાગી ગઈ અને જતા જતા બે લાખ રૂપિયા રોકડા અને જ્વેલરી પણ સાથે લઈ ગઈ છે. પરેશાન રાહુલ ફરિયાદ લઈને અલીગઢ પહોંચ્યો પણ પોલીસે એવું કહીને મોકલી દીધો કે આ કેસ બિહારનો છે.

દીકરીના લગ્ન પહેલા સ્ટોરી બદલાઈ

આ આખો ઘટનાક્રમ એપ્રિલ 2025થી શરૂ થાય છે. 16 એપ્રિલા મહિલાની દીકરીના લગ્ન હતા. ઘરમાં રંગરોગાણ, સગા વ્હાલાઓની અવરજવર અને લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પણ લગ્નના 12 દિવસ પહેલા જ એવું બન્યું જેની કોઈએ કલ્પના ન કરી હોય. જે યુવક રાહુલના દીકરી સાથે લગ્ન થવાના હતા તેની જ સાથે સાસું ભાગી ગઈ. જ્યારે દીકરીના લગ્ન પહેલા વાર્તા બદલાઈ ગઈ.એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે લાખો રૂપિયાના ઘરેણાં અને રોકડ લઈને ઘરમાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ પરિવારે દાવો કર્યો હતો કે આશરે પાંચ લાખ રૂપિયાના ઘરેણાં અને સાડા ત્રણ લાખ રૂપિયાની રોકડ ગાયબ છે. દિકરીએ મીડિયાને કહ્યું કે,માતા ઘરમાં દસ રૂપિયા પણ મુકીને ગઈ નથી.

પરિવારના જણાવ્યા મુજબ મહિલાએ રાહુલને સ્માર્ટફોન અપાવ્યો હતો. ધીમે ધીમે તેમની વાતચીત વધતી ગઈ. શરૂઆતમાં બન્ને લગ્નની તૈયારીઓ વિશે વાત કરતા અને પછી તેઓ લાંબા ફોન કોલ્સ કરતા. મહિલાના પતિ જીતેન્દ્રએ આરોપ લગાવ્યો કે જ્યારે તે લગ્નની તૈયારીઓ માટે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની અને રાહુલ 15-20 કલાક ફોન પર વાતચીત કરી રહ્યા હતા. શરૂઆતમાં તેણે આને સામાન્ય માન્યું પરંતુ પછીથી તેને શંકા ગઈ.

vtv app promotion

આ પણ વાંચોઃ "મેં બુમાબુમ કરતા...", ગુરુગ્રામની હોટલમાં મહિલા કેબિન ક્રૂ સાથે દુષ્કર્મની કોશિશ, કિસ્સો ડરામણો

કેવી રીતે આવ્યા પાછા?

જ્યારે આ મામલો જાહેર થયો અને પોલીસે શોધખોળ કરી ત્યારે જાણવા મળ્યું કે બંને અલીગઢથી કાસગંજ પછી બરેલી અને પછી બિહારના મુઝફ્ફરપુર ગયા હતા. તેઓ થોડા દિવસ ત્યાં રહ્યા પછી નેપાળ સરહદ સુધી મુસાફરી કરવાનો પ્લાન બનાવ્યો. રાહુલે પાછળથી ખુલાસો કર્યો કે જ્યારે તેણે પોતાનો મોબાઇલ ફોન ચાલુ કર્યો ત્યારે તેણે જોયું કે તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. વ્યાપક ચર્ચા થઈ. પછી બન્નેએ જાતે જ પાછા ફરવાનું નક્કી કર્યું. મુઝફ્ફરપુરથી તેઓ ઉત્તર પ્રદેશ પાછા બસમાં ગયા અને અંતે દાદોન પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.

પોલીસને શું કહ્યું

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન સાસુએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો. તેણીએ કહ્યું કે તેનો પતિ દારૂ પીધા પછી તેને મારતો અપમાન કરતો અને ઘણીવાર તેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો. સાસુએ કહ્યું કે જ્યારે રાહુલ ફોન કરતો ત્યારે ક્યારેક તેની દિકરીની વાત કરતી આના કારણે ઘરમાં ઝઘડા વધતા ગયા. તેનો પતિ તેને ટોણો મારતો કહેતો કે, હવે તારે રાહુલ સાથે ભાગી જવું જોઈએ. તેણીએ પોલીસને જણાવ્યું કે જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ ત્યારે તેણીએ તે સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું. રાહુલે એમ પણ કહ્યું કે તે મહિલાને પહેલાથી જ ઓળખતો હતો અને તેના આગ્રહ પર તેની સાથે ગયો હતો. તે રડતી અને કહેતી કે તે હવે જીવવા માંગતી નથી. તેને લાગ્યું કે તેને એકલી છોડી દેવી અન્યાયી હશે. કાયદાકીય પ્રોસેસ પુરી કર્યા પછી પોલીસે મહિલાને રાહુલ સાથે જવા દીધી.

દસ મહિના સાથે રહ્યા પછી એક નવો વળાંક

બંને લગભગ દસ મહિના સુધી બિહારમાં સાથે રહ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ પતિ-પત્ની તરીકે રહેતા હતા. જોકે તાજેતરમાં રાહુલે આરોપ લગાવ્યો હતો કે મહિલા તેને છોડીને તેના સાળા સાથે ભાગી ગઈ હતી. રાહુલ કહે છે કે તે પોતાની સાથે બે લાખ રૂપિયા રોકડા અને કેટલાક ઘરેણાં લઈ ગઈ હતી. રાહુલે કહ્યું, "મેં તેના માટે મારું ઘર છોડી દીધું અને સમાજની નિંદા સહન કરી. હવે તે મને છોડીને ચાલી ગઈ છે."

ફરિયાદ અને પોલીસનો જવાબ

રાહુલ અલીગઢ પહોંચ્યો અને દાદોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે અધિકારક્ષેત્રનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે કથિત ઘટના બિહારમાં બની હતી અને તેથી ત્યાંની પોલીસ કાર્યવાહી કરશે. હવે રાહુલ ફરિયાદ નોંધાવવા માટે બિહાર જવાની તૈયારી કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MotherInLaw Aligarh SonInLaw

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ