બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Most women make these 4 mistakes while making roti

તમારા કામનું / રોટલી બનાવતી વખતે મોટા ભાગની મહિલાઓ કરે છે આ 4 ભૂલ, હેલ્થને થાય છે નુકસાન

Pooja Khunti

Last Updated: 11:47 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Roti Making Mistakes: રોટલી બનાવવાથી લઈને તેને ખાધા સુધી આ 4 ભૂલ ન કરવી જોઈએ. આ ભૂલનાં કારણે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

  • નોન સ્ટીક તવા પર રોટલી ન બનાવો 
  • એક અનાજની રોટલી બનાવો 
  • ગૂંથેલા લોટને થોડીવાર રહેવા દો 

સ્વસ્થ રહેવા માટે રોટલીનું સેવન ખુબજ જરૂરી છે. પેટ ભરવા માટે ભલે ફળ અને શાક ખાઓ પણ મન તો શાક સાથે રોટલી ખાવાથી જ ભરાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો ઘઉંની જગ્યાએ અન્ય અનાજની રોટલી ખાવાનું કહે છે. રોટલી કોઈ પણ અનાજની હોય પણ તેને બનાવતા સમયે આ ભૂલ ન કરવી જોઈએ. આ રીતે રોટલી બનાવવાથી તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે. જેનાથી શરીરને પૂરો ફાયદો થતો નથી. જાણો રોટલી બનાવતા સમયે કઈ ભૂલ ન કરવી જોઈએ.  

નોન સ્ટીક તવા પર રોટલી ન બનાવો 
રોટલી બનાવતા સમયે નોન સ્ટીક તવાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેની જગ્યાએ માટીનાં તવાનો ઉપયોગ કરવો જોઈએ. તેના પર બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 

એક અનાજની રોટલી બનાવો 
હેલ્ધી રહેવા માટે રોટલી ખાવી હોય તો હમેશા એક જ અનાજની રોટલી બનાવવી જોઈએ. અલગ-અલગ અનાજને મિક્સ કરીને રોટલી ક્યારેય ન બનાવવી જોઈએ. તેનાથી પાચન થવામાં સમસ્યા થાય છે. માત્ર એકલા બાજરી, જુવાર, રાગી, મકાઈ અને ઘઉંનાં લોટની રોટલી બનાવીને ખાવ.

  વાંચવા જેવું: શિયાળામાં બીજું કરો કે ના કરો પણ ગરમ પાણી જરૂર પીવું જોઈએ, ફાયદા જાણીને તમે પણ આજે જ ચાલુ કરી દેશો

એલ્યુમિનિયમ ફોઈલ પેપર
ગરમ રોટલીને ક્યારેય પણ એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં લપેટવી જોઈએ નહીં. ફોઈલનાં કણો રોટલીમાં ચોંટી જાય છે. જેથી તે સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે. હમેશા રોટલીને લપેટવા માટે કપડાનો ઉપયોગ કરવો જોઈએ. 

ગૂંથેલા લોટને થોડીવાર રહેવા દો 
જ્યારે પણ રોટલી બનાવો ત્યારે ગૂંથેલા લોટને 5-10 મિનિટ માટે રહેવા દો. આના કારણે લોટમાં થોડો આથો આવે છે અને તેમા સારા બેક્ટેરિયા સારી રીતે બને છે. આ પછી તૈયાર કરવામાં આવેલી રોટલી માત્ર નરમ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બનશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ