બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking hot water has many benefits for the body

હેલ્થ ટિપ્સ / શિયાળામાં બીજું કરો કે ના કરો પણ ગરમ પાણી જરૂર પીવું જોઈએ, ફાયદા જાણીને તમે પણ આજે જ ચાલુ કરી દેશો

Sanjay Vibhakar

Last Updated: 04:58 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Warm Water Benefits: દરરોજ ગરમ પાણી પીવાથી તમે કેટલીક બીમારીઓથી બચી શકશો. જાણો ગરમ પાણી પીવાથી થતાં ફાયદાઓ વિશે.

  • નાકમાંથી ગંદકી દૂર કરે 
  • ગરમ પાણીનાં સેવનથી તણાવ ઓછો થાય 
  • રક્ત પરિભ્રમણ વધારે છે 

ગરમ પાણીનાં સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. ગરમ પાણી શરીરનાં તાપમાનને નિયંત્રણમાં રાખવા માટે મદદરૂપ થાય છે. શિયાળામાં શ્વાસની સમસ્યાથી રાહત આપે છે. ગરમ પાણી પીવાથી નાક અને ગળાનાં દુ:ખાવાથી રાહત મળે છે. ગરમ પાણીનાં સેવનથી પાંચનમાં સુધાર થાય છે. શિયાળામાં ગરમ પાણીથી હાઇડ્રેટ રહેવું જોઈએ. દરરોજ નિયમિત રીતે ગરમ પાણી પીવાથી તમે કેટલીક બીમારીઓથી બચી શકશો. 

નાકમાંથી ગંદકી દૂર કરે 
માથાનાં દુ:ખાવા, ગળાનાં દુ:ખાવા અને સાયન્સ જેવી સમસ્યાઓ માટે ગરમ પાણીનું સેવન સરળ ઉપાય છે. આ સાથે શરદી-ઉધરસ જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. 

તણાવ ઓછો કરે 
ગરમ પાણીનાં સેવનથી તણાવ ઓછો થાય છે. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો કરે છે. 

વાંચવા જેવું: એકબીજાને જોઇને કેમ બગાસા આવે છે? શું તમે જાણો છો, તેની પાછળ પણ છુપાયેલ છે વિજ્ઞાન

વજન ઘટાડે 
ઠંડા પાણીની સરખામણીએ ગરમ પાણી શરીરમાં વધુ સમય માટે રહે છે. જેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

રક્ત પરિભ્રમણ વધારે છે 
ગરમ પાણી રક્ત પરિભ્રમણમાં સુધાર કરે છે. જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ગરમ પાણીનાં સેવનથી સાંધા મજબૂત બને છે. આ દરેક નશો અને ચેતાને ફેલાવી રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Warm Water Benefits health tips આરોગ્ય ટિપ્સ ગરમ પાણી બીમારીઓ Health Tips
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ