બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why do you yawn when you see each other? Do you know

ગજબ! / એકબીજાને જોઇને કેમ બગાસા આવે છે? શું તમે જાણો છો, તેની પાછળ પણ છુપાયેલ છે વિજ્ઞાન

Pooja Khunti

Last Updated: 12:52 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું કેમ થાય છે કે જ્યારે તમને બગાસું આવે છે ત્યારે આજુબાજુ વાળા પણ બગાસા લેવા લાગે છે. શું આ માત્ર આળસની નિશાની છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે.

  • આ કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ચેપ નથી
  • બગાસું આવવું એક સામાન્ય પ્રક્રિયા છે
  • મગજના ચાર ભાગોમાં મિરર ન્યુરોન્સ જોવા મળે છે

દરેક વ્યક્તિનાં જીવનમાં દરરોજ એવી ઘટનાઓ થતી હોય છે, જેને લોકો સામાન્ય સમજે છે. જોકે લોકો એ પણ નથી જાણતા કે તેની પાછળ વિજ્ઞાન કામ કરે છે. આવી જ એક સામાન્ય પ્રક્રિયા છે બગાસું આવવું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ માણસ એક કામ કરીને થાકી જાય છે ત્યારે તેને બગાસા આવવા લાગે છે. શું ખરેખર આજ કારણ છે? 

બગાસું આવવું 
ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે એક વ્યક્તિને બગાસું આવે છે તો તેની આસપાસનાં લોકોને પણ બગાસા આવવા લાગે છે. એવું કેમ થાય છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને બગાસું લેતા જોવ છો ત્યારે તમને પણ બગાસું આવવા લાગે છે. આવું આળસનાં કારણે થાય છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે. 

બગાસું આવવું કોઈ ચેપ છે? 
આમ તો બગાસું આવવું એક સામાન્ય પ્રક્રિયા છે. આ કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ચેપ નથી. તો પછી અન્ય વ્યક્તિનીમાં આ વ્યવહાર એટલો જલ્દી કેમ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ તેનો જવાબ શોધી કાઢ્યો છે. જેનું સીધું કનેક્શન તમારા મગજ સાથે છે.  ઈટાલીના વૈજ્ઞાનિકોના મતે આની પાછળ મિરર ન્યુરોન કારણભૂત છે. આ ન્યુરોન કંઈ પણ નવું શીખવા, નકલ કરવા અને સહાનુભૂતિ દર્શાવવા સાથે સંકળાયેલ છે. તેના નામ પ્રમાણે, તે સામેવાળી વ્યક્તિની પ્રતિક્રિયાને તૈયાર કરે છે. આ જ કારણ છે કે જ્યારે સામેવાળી વ્યક્તિને બગાસું આવે છે ત્યારે મગજનો મિરર ન્યુરોન સક્રિય થઈ જાય છે અને તમને પણ તે સમયે બગાસું આવવા લાગે છે. 

વાંચવા જેવું: શિયાળામાં સૂતાં સમયે જકડાઈ જાય છે પગ? હોઈ શકે છે વિટામિનની કમી, જાણો શું છે ઈલાજ

અદ્ભુત છે આ વિજ્ઞાન 
આ ચેતાકોષની શોધ જીયાકોમો રિઝોલાટી નામના ન્યુરોબાયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમણે પહેલા વાંદરાના મગજ પર સંશોધન કરીને આ ગતિવિધિ સમજી હતી. જ્યારે આ પ્રયોગ મનુષ્ય પર કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે અહીંયા પણ બરાબર એ જ રીતે કામ કરે છે. મગજના ચાર ભાગોમાં મિરર ન્યુરોન્સ જોવા મળે છે. આ ન્યુરોન લોકોની કામ કરવાની ક્ષમતા પર તેની અસર છોડે છે. ઓટીઝમ, સ્કિઝોફ્રેનિયા અને મગજ સંબંધિત કેટલાક રોગોમાં આ ચેતાકોષ પ્રભાવિત થાય છે. જેના કારણે તેની કાર્યક્ષમતા ઘટી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ