બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / causes restless legs at night restless legs syndrome treatment vitamin deficiency 2024

Health / શિયાળામાં સૂતાં સમયે જકડાઈ જાય છે પગ? હોઈ શકે છે વિટામિનની કમી, જાણો શું છે ઈલાજ

Vikram Mehta

Last Updated: 12:14 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર રાત્રે પગ જકડાઈ જાય છે. ઘણા લોકોને પગમાં ખંજવાળ અને ઝણઝણાટી થાય છે. ડોપામાઈન નામનું ન્યૂરોટ્રાંસમીટરનું લેવલ વધઘટ થવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. વિટામીનની ઊણપને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.

  • ઘણી વાર રાત્રે પગ જકડાઈ જાય છે
  • ન્યૂરોટ્રાંસમીટરનું લેવલ વધઘટ થવાથી આ સમસ્યા થાય છે
  • આ પ્રકારની સમસ્યાથી બચવા માટે કરો આ ઉપાય

ઘણી વાર રાત્રે પગ જકડાઈ જાય છે. ઘણા લોકોને પગમાં ખંજવાળ અને ઝણઝણાટી થાય છે. જેથી ઘણી વાર પગ હલાવવાની આદત પડી જાય છે. આ બાબતને સામાન્ય ના ગણી શકાય. જેને ‘રેસ્ટલેસ લેગ સિંડ્રોંમ’ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બેચેની થાય છે અને ખૂબ જ દુખાવો થાય છે. મોટાભાગે આ પ્રકારની સમસ્યા રાત્રે સૂતા સમયે થાય છે. આ સિંડ્રોમ 30થી 60 મિનિટ સુધી રહે છે. આ પ્રકારની સમસ્યા થવાનું કારણ જાણી શકાયું નથી. ડોપામાઈન નામનું ન્યૂરોટ્રાંસમીટરનું લેવલ વધઘટ થવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. વિટામીનની ઊણપને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. 

સૂતા સમયે પગ જકડાઈ જવાના કારણ
વિટામીન ‘બી’ની ઊણપ-
અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, વિટામીન ‘બી’ની ઊણપ થવાને કારણે આ પ્રકારની સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. આ કારણોસર વિટામીન બી6 અને વિટામીન બી12થી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 

વિટામીન ‘સી’ની ઊણપ- શરીરમાં વિટામીન ‘સી’ની ઊણપના કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. કિડનીના દર્દીઓને રેસ્ટલેસ લેગ સિંડ્રોમ થવાનું જોખમ વધુ રહે છે. આ કારણોસર વિટામીન ‘સી’થી ભરપૂર ડાયટ લેવી જોઈએ. જેથી કિડની યોગ્ય પ્રકારે કામ કરશે. લીંબુ, સંતરા, આમળા, નારંગી, ટમેટા અને દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં વિટામીન ‘સી’ રહેલુ હોય છે. 

વિટામીન ‘ડી’ની ઊણપ- શરીરમાં વિટામીન ‘ડી’ની કમીના કારણે ડોપામાઈન ડિસફંક્શનનું જોખમ રહે છે. જેથી પગ જકડાઈ જાય છે. આ કારણોસર દરરોજ તડકામાં બેસવું જોઈએ. તડકો ના મળે તો ડાયટમાં દૂધ, આખુ અનાજ, સંતરા, બેરીઝ, ફેટી ફિશ, ફિશ ઓઈલ, મશરૂમ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 

વિટામીન ‘ઈ’ની ઊણપ- કિડનીના દર્દીઓ માટે વિટામીન ‘ઈ’ ખૂબ જ જરૂરી છે. ક્રોનિક કિડની બિમારીથી પીડાતા દર્દીઓએ વિટામીન ‘ઈ’થી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. બદામ, એવોકાડો, ટામેટા, પાલક, કીવી, કોળુ અને સૂરજમુખીમાં ભરપૂર માત્રામાં વિટામીન ‘ઈ’ રહેલું છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

health news in Gujarati restless legs syndrome vitamin deficiency પગ જડકડાઈ જવા વિટામીનની ઊણપ વિન્ટર પ્રોબ્લેમ્સ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ