બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નર્મદા ડેમથી માંડીને નદીનાળા સુધી બધું જ છલોછલ, આને કહેવાય પાણીદાર ગુજરાત
Last Updated: 12:50 PM, 11 July 2025
ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે સરદાર સરોવર-નર્મદા ડેમ સહિતના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, 11 જુલાઈ-2024ની સ્થિતિએ 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં નહી રહે પાણીની તંગી
જળ સંપત્તિ વિભાગના સત્તાવાર સૂત્રો જણાવે છે કે,મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 56.07 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 55.67 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.79 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 56.76 ટકા પાણીનો જથ્થો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ માફીનો વિવાદ, ટોલના દરના ઘટાડા બાબતે ગેરસમજણ
24 જળાશયો છલોછલ
ADVERTISEMENT
સૌથી વધુ કચ્છમાં સરેરાશ 57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા, પૂર્વ મધ્યમાં 45.90 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.08 ટકા સરેરાશ વરસાદ થયો છે. 24 જળાશયો 100 ટકાથી વધુ, 54 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 44 જળાશયો 50 થી 70 ટકાની વચ્ચે જ્યારે 40 જળાશયો 25 થી 25 ટકાની વચ્ચે ભરાયા છે. 38 જળાશયો માટે હાઈ એલર્ટ, 20 જળાશયો એલર્ટ જ્યારે 20 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરાઈ છે. ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઈવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.