બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ માફીનો વિવાદ, ટોલના દરના ઘટાડા બાબતે ગેરસમજણ
Last Updated: 09:26 AM, 11 July 2025
તાજેતરમાં પડેલ વરસાદને લઈ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જવા પામ્યા છે. રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ખરાબ રસ્તાઓને લઈ ટોલ ટેક્સનો બહિષ્કાર કરવાની થોડા દિવસ અગાઉ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ ખાડા અને ટ્રાફિક સમસ્યાનો હલ નહી આવે તે ટોલટેક્સ નહી આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલટેક્સ મુદ્દે ઘમાસાણ થયું છે.
ADVERTISEMENT

પીઠડીયા અને ભરૂડી ટોલ બુથ પર 75% ટોલ માફીઃ કલેક્ટર
ADVERTISEMENT
રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલટેક્સ મુદ્દે કલેક્ટર દ્વારા 75 ટકા માફીનું કહેવામાં આવ્યું છે. જેની સામે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઉઘરાણા ચાલુ, તેમજ રાજકોટ કલેક્ટર દ્વારા પીઠડીયા અને ભરૂડી ટોલ બુથ પર 75 ટકા ટોલ માફી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જણાવ્યું કે, પીઠડીયા, ભરૂડી ટોલ બુથ પર 75 ટકા માફી અપાઈ જ નથી. તેમજ ઓથોરિટીએ કહ્યું કે, 3 મહિનાથી 25 ટકા ટોલ માફ હતો. ટોલમાં 75 ટકાનો ઘટાડો કરાયા બાબતે નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
ટોલ ટેક્સ અંગે કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતનું નિવેદન
કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ કલેક્ટર દ્વારા હમણા થોડા સમય પહેલા જ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે પર લોકોને પડતી હાલાકીઓ મામલે જાહેરાત કરવામાં આવી છે કે, બંને ટોલ પ્લાઝામાં કેન્દ્ર સરકારના નિયમ મુજબ 75 ટકા ટોલની ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં થોડી ઘણી ગેરસમજણ છે. આ બાબતે રાજકોટ કલેક્ટર તેમજ નેશનલ હાઈવે ઓર્થોરીટીના પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેમની સાથે પણ વાત થઈ છે. થોડીક મિસ અન્ડર સ્ટેન્ડીગ થઈ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ યુવક નવા ઘરના વાસ્તુ પહેલા જ તે સરકારી બ્રિજનો શિકાર બન્યો
ADVERTISEMENT
ટોલ ફી માં 25 ટકાની જાહેરાત મહિના પહેલા કરવામાં આવી
જેમાં નેશનલ હાઈવે ઓર્થોરીટીના 2008ના ફી રેગ્યુલેશનના નિયમ મુજબ 25 ટકા જેટલી જ રાહત આપવામાં આવી છે. થોડી ગેરસમજ થવા પામી છે. ઘણા લોકોના અમને ટોલ ટેક્સમાંથી 75 ટકાની રાહત બાબતે ફોન આવી રહ્યા છે. પરંતું વાસ્તવિકતા એવી છે કે 25 ટકા ટોલ ફી મા રાહતની જાહેરાત મહિના અગાઉ જ કરી દેવામાં આવી હતી. અમારી જનહિત આંદોલન સમિતીની જે માંગ છે. કે જ્યા સુધી હાઈવેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ ન થાય. ત્યાં સુધી ટોલની ફી માંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવામાં આવે. તેમજ બંને ટોલ પ્લાઝા દૂર કરવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વરસાદનો નવો રાઉન્ડ થશે શરૂ, વાંચો પરેશ ગોસ્વામી, અંબાલાલ અને હવામાન વિભાગની અનરાધાર આગાહી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.