બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / યુવક નવા ઘરના વાસ્તુ પહેલા જ તે સરકારી બ્રિજનો શિકાર બન્યો
Last Updated: 09:09 AM, 11 July 2025
Gambhira Bridge Tragedy : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે. માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
સરકારી બેદરકારી 16 લોકોનાં મોત
જો કે સરકાર કે અધિકારીઓની બેદરકારીનાં કારણે જતી રહેલી 16 જીવને સરકારે 4 લાખ રૂપિયામાં સલટાવી દીધા છે. જો કે સૌથી મહત્વની બાબત છે કે, આવો જ એક ખુબ જ હૃદય દ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
ADVERTISEMENT
સરકારે હવે કાર્યવાહી શરૂ કરી
આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યપાલક ઈજનેર તથા બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઈજનેર ને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલીયાએ સ્વીકારી, 12 તારીખે બંને રાજીનામું આપશે?
યુવક નવા ઘરનું વાસ્તું કરે તે પહેલા મોતને ભેટ્યો
ADVERTISEMENT
આણંદ વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આંકલાવના બામણ ગામના ગુમ યુવકનો મૃતદેહ મળ્યો હતો. સૌથી છેલ્લે આ યુવકનો મૃતદેહ થયો હતો. યોગેશ પટેલ નામના યુવાનની ડીએનએ દ્વારા ઓળખ થઇ હતી. જેથી પરિવારને મોડી રાત્રે યુવકનો મૃતદેહ યુવકના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
સરકારી બ્રિજ હોય તો સાચવીને
ADVERTISEMENT
પરિવારે ભારે હૈયે આક્રંદ સાથે પોતાના યુવાન પુત્રને સરકારની બેદરકારીના કારણે ગુમાવ્યો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ યુવાને મહેનત કરીને ઘર બનાવ્યું હતું. પોતાનો પરિવાર સુખચેન પુર્વક સારુ જીવન આપશે અને શાંતિથી જીવન જીવશે જો કે આ શમણા સેવતા તેને ખબર નહોતી કે તે ગુજરાતમાં રહે છે. ઘરનું વાસ્તું કરે તેનાં બરોબર આગલા દિવસે તેને કાળ ભરખી ગયો. યુવક નવા ઘરમાં ગૃહપ્રવેશ કરવાનું સપનું અધુરૂ છોડીને જ યુવાને ગુજરાત સરકારની (મૃત્યુ)ની વાટ પકડી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.