બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલીયાએ સ્વીકારી, 12 તારીખે બંને રાજીનામું આપશે?
Last Updated: 06:35 PM, 10 July 2025
Kantilal Amrutiya Vs Gopal Italia : ગુજરાતની રાજનીતિમાં અગામી દિવસોમાં કંઈક નવું બની શકે છે. વાસ્તવમાં વિસાવદરનાં AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને મોરબીના BJP ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વચ્ચે હવે શાબ્દિક પ્રહાર ચરમસીમાએ પહોંચ્યો છે. વાતની શરૂઆત થઇ ત્યારે કે જયારે મોરબી MLA કાંતિભાઈ અમૃતિયાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગોપાલ ઈટાલીયાને મોરબીથી ચૂંટણી લડવા અને જીતવા માટે ઓફર કરી અને આ તરફ ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી લીધી. આ ચર્ચાઓની વચ્ચે કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું કે, તેઓ રાજીનામું આપવા તૈયાર છે. જોકે હવે જોવાનું એ છે કે, બંનેમાંથી કોણ રાજીનામું આપે છે ? જેથી હવે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમાઈ શકે છે.
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર મામલો ?
મોરબીમાં વરસાદના લીધે ઉભી થયેલ પરિસ્થિતિ બાદ હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્ય આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. મોરબીના વીસીપરા, પંચાસર રોડ, નાની કેનાલ રોડ વિગેરે વિસ્તારમાં રાત્રિના સમયે થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય, કલેકટર અને કમિશનર પહોંચ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા દિવસોમાં થયેલ આંદોલનોમાં વિસાવદર વાળી કરવાની વારંવાર ચિમકી ઉચ્ચારી તે અંગેના પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્યએ જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
20 વર્ષ પહેલા મારી પત્નીએ ગોપાલ ઇટાલીયાને જવાબ આપ્યો હતો અને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ : કાંતિભાઈ અમૃતિયા #GujaratPolitics #KantiAmrutiya #GopalItalia #Morbi #Visavadar pic.twitter.com/iDOPRUhcHy
— Priykant Journalist (@Priykantnews) July 10, 2025
સૌથી પહેલા કાંતિ અમૃતિયાએ શું કહ્યું તે જાણો
ADVERTISEMENT
મોરબીના BJP ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તાજેતરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા મારી પત્નીએ ગોપાલ ઇટાલીયાને જવાબ આપ્યો હતો અને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ.
કાંતિ અમૃતિયાએ કહ્યું તાકાત હોય તો મોરબીમાં ચૂંટણી લડો, ગોપાલ ઈટાલિયાએ કહ્યું ચેલેન્જ સ્વીકાર#KantilalAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/ByKhQc3GWm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2025
ADVERTISEMENT
આ પછી ગોપાલ ઈટાલીયાએ સ્વીકારી ચેલેન્જ
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોરબીના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારીને કહ્યું કે, મોરબીના ધારાસભ્ય બે દિવસમાં રાજીનામું આપે, હું તેમની સામે ચૂંટણી લડવા તૈયાર છું. અ સાથે તેમને કહ્યું કે, મોરબીના ધારાસભ્ય હિંમત બતાવીને 12 તારીખ સુધીમાં રાજીનામું આપે. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ધારાસભ્યને ખબર છે કે કામની ચેલેન્જ મારી શકાય તેમ નથી કારણ કે કામ થયા નથી. મોરબીના અનેક પોશ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે. 30 વર્ષના ધારાસભ્ય મને ચેલેન્જ મારે છે એ જ એમની સૌથી મોટી નિષ્ફળતા છે. 30 વર્ષ સુધી વોટ આપનાર જનતાએ મોરબીના ધારાસભ્યને સવાલ પૂછતા ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી જનતાએ વોટ આપ્યા ત્યારે જનતા તમને પસંદ હતી, પણ હવે જ્યારે લોકોએ રોડ, રસ્તા અને ચોમાસાના ભરાતા પાણી મુદ્દે સવાલ પૂછ્યા તો ધારાસભ્યને ગમતું નથી.
ADVERTISEMENT
Video: મોરબી ચૂંટણી લડવા અંગે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક જંગ#KantilalAmrutiya #KantiAmrutiya #GopalItalia #MorbiMLA #VisavadarMLA #BJPGujarat #AAPGujarat #ViralVideo #VTVDigital pic.twitter.com/47COUnf6id
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2025
અને પછી કાંતિ અમૃતિયાએ કહ્યું આવી જાઓ સોમવારે રાજીનામું આપવા...
ADVERTISEMENT
આ પછી કાંતિ અમૃતિયાનું ફરી નિવેદન આવ્યું કે, હું ગાંધીનગરમાં બેઠા બેઠા જોતો હતો કે, આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા હતા. એક વિસાવદરની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીં આવશે ને... આ પ્રકારના વિડીયો જોતા પછી મને એમ થયું કે, છેલ્લા ૨ વર્ષથી હું જોઉં છું.. ભાઈ શ્રી ગોપાલભાઈ ઈટાલીયા... તમે એમ કહો છે કાંતિભાઈનાં પેટમાં તેલ રેડાયું, તો ભાઈ કોઈ તેલ રેડાયું નથી. તમે એક વાર ચૂંટાણા હું સાત વાર લડ્યો છુ.

આ પણ વાચો : ગંભીરા બ્રિજ દુર્ઘટના, વધુ બે મૃતદેહ મળતા મૃત્યુઆંકમાં વધારો, બે લોકો હજુ પણ ગુમ
આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીને ત્યાં જઇ બંને આપણે બન્ને રાજીનામું આપી દઈએ. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે, વિસાવદરની ચૂંટણીમાં અમારા અને તમારા કાર્યકર્તા લડશે અને અહીં મોરબીમાં તમે અને હું લડીશું. એટલે તમને ખબર પડી જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ધમકી ના દે અને ઉશ્કેરવાનું બંધ થઇ જાય. આ સાથે કાંતિ અમૃતિયાએ કહ્યું હું તો જુબાનનો પાકો છું. મને મોરબીનાં કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે. તમારા આમ આદમી પાર્ટીનાં તમામ ભારતનાં નેતા આવે અને અહીં મોરબીનાં મારા ભાજપના કાર્યકર્તાઓ, મતદારો અને વેપારીઓ.... આપણે બંનેને ચૂંટણી લડવાની છે. કાંતિ અમૃતિયાએ કહ્યું એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર અને મારા પણ બાપમાં ફેર. આવતા સોમવારે તમે આવો શંકરભાઈને ત્યાં.. આપણે બન્ને રાજીનામું દઈએ. રાજીનામાં બાદ આપણે બંનેએ લડવાનું અને હું હારું તો મારે તમને બે કરોડ દેવાના. આ સાથે ગોપાલ ઈટાલીયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ બધું બંધ કરો તમે... એક સીટ આવી એમાં તો કાર્યકર્તાઓએ ઉપાડો લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.