બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજ દુર્ઘટના, વધુ બે મૃતદેહ મળતા મૃત્યુઆંકમાં વધારો, બે લોકો હજુ પણ ગુમ
Last Updated: 05:08 PM, 10 July 2025
Gambhira Bridge Tragedy : વડોદરાનાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર ગુજરાતને શોકમગ્ન કરી મુક્યું છે. આ દુર્ઘટના બાદ સતત એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક 17 પહોંચ્યો હતો. જે બાદમાં હવે સમાચાર સામે આવ્યા છે કે, વધુ દુર્ઘટના બાદ હવે ફાયર બ્રિગેડની ટીમને વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. આજના દિવસમાં આ નદીમાંથી વધુ 5 મૃતદેહ મળી આવ્યા છે.
ADVERTISEMENT
વધુ બે મૃતદેહ બ્રિજ નીચે નદીમાંથી મળ્યા
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. આજે વધુ બે મૃતદેહ બ્રિજ નીચે નદીમાંથી મળી આવ્યા છે. વિગતો મુજબ NDRF, ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા છે. આ તરફ હવે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. વિગતો મુજબ અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મૃતદેહ મળ્યા છે. હજુ પણ 2 જેટલા વ્યક્તિઓ લાપતા છે. અ તરફ આજે વહેલી સવારથી જ શરુ થયેલ રેસ્ક્યુ ઓપરેશન હજી પણ યથાવત છે. વિગતો મુજબ હાલ નદીનાં પટમાં કાદવ હોવાથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અ સાથે હવે બ્રિજમાં ખાબકેલા વાહનો સુધી પહોચવા માટીનો બ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બ્રિજ ઉપર રહેલા ટેન્કરને સ્ટેબલ કરવાની કામગીરી ચાલી રહી છે
ADVERTISEMENT
શું કહ્યું વડોદરાનાં કલેક્ટરે ?
ADVERTISEMENT
અ અગાઉ વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે વહીવટી તંત્ર દ્વારા દરેક વ્યક્તિના પરિવારજનોનાં મિસિગ ઈન્ફોર્મેશન પોલીસ મારફતે તેમજ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ મારફતે માહિતી મેળવી હતી. તેમજ મિસિંગ વ્યક્તિઓનું લીસ્ટ પણ બનાવેલ હતું. ગઈકાલે 6 વ્યક્તિઓનું લીસ્ટ મળ્યું હતું. જે મિસિંગ હતા. એમની શોધખોળ પણ શરૂ કરવામાં આવ્યું હતું. SDRF અને NDRF ની ટીમો દ્વારા ફરી શોધખોળ શરૂ કરી હતી. સવારે 7.30 કલારે પ્રથમ મૃતદેહ મળ્યો હતો. જે બાદ તબક્કાવાર બીજી બે મૃતદેહ મળ્યા હતા. આજે મળી આવેલ તમામ મૃતદેહોની પીએમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
6 લોકોની તપાસ કમિટી
આણંદ-વડોદરાને જોડતો મહીસાગર નદી પર આવેલ ગંભીરા પુલ ગત રોજ વહેલી સવારે તૂટી ગયો હતો. જૂનો જર્જરિત બ્રિજ તૂટી જતા ઘણા વાહનો ડૂબ્યા હતા. બ્રિજ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા. બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા 6 લોકોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી બ્રિજુ તૂટી પડવાના કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે. તેમજ ગંભીરા બ્રિજ અકસ્માતનો તાત્કાલિક પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. તેમજ બ્રિજ દુર્ઘટના અંગેનો 30 દિવસમાં અહેવાલ કમિટી સરકારના સોંપશે. ભવિષ્યમાં પણ અન્ય કોઈ બ્રિજ પડવાની દુર્ઘટના ન બને તે માટે પણ કમિટી સૂચનો આપશે. તેમજ માર્ગ મકાનના અધિક સચિવ, મુખ્ય ઈજનેર, અધિકારીઓનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વડાપ્રધાને બ્રિજ દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી
બ્રિજ દુર્ઘટનાની જાણ PM મોદીને થતા તેઓએ વિદેશ પ્રવાસની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગેની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમજ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલીક સારવાર મળે તે માટેની જાણકારી પણ મેળવી હતી. તેમજ વડાપ્રધાન દ્વારા બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
વડાપ્રધાન દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમજ પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થયા તે માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેકને 2 લાખ રૂપિયાની તેમજ ઘાયલોને દરેકને રૂ. 50,000 ની સહાયની જાહેરાત પણ કરી હતી.

આ પણ વાચો : 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન, સાત દિવસ આ જીલ્લાઓમાં વરસાદ તૂટી પડશે
રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા x પર જણાવ્યું હતું કે, આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની પડખે ઉભી છે. તેમજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય તેમજ તમામ સારવાર તેમજ વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.