બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / More than 3,000 corona cases in the country in the last 24 hours

સાચવજો / કોરોના તો ફરી કહેર બનીને તૂટયો: 40 ટકાના ઉછાળા સાથે 3000ને પાર કેસનો આંકડો, હવે ચિંતા કરવાની જરૂર

Priyakant

Last Updated: 11:00 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના 3,000થી વધુ કેસ, કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓના પણ મોત થયા, મૃતકોમાં 3 દર્દી મહારાષ્ટ્રના

  • ભારતમાં ફરી એકવાર કોરોના કેસોમાં સતત વધારો 
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,000થી વધુ કોરોનાના કેસ
  • 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના આટલા બધા કેસ 

ભારતમાં ફરી એકવાર કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. વાત જાણે એમ છે કે, દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસ વધવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓના પણ મોત થયા હતા, જેમાં 3 દર્દી મહારાષ્ટ્રના હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,016 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઈકાલે એક દિવસ પહેલા બુધવારે 2,151 નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ, દેશમાં દૈનિક હકારાત્મકતા દર વધીને 2.73% થયો છે. ફરીથી વધતા કેસ વચ્ચે, સક્રિય કેસોની સંખ્યા વધીને 13,509 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03% છે. રિકવરી રેટ 98.78% છે.

કેટલા દર્દીઓ સજા થયા ? 
કોરોનાથી મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 6 દર્દીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા 6 દર્દીઓમાંથી 3 દર્દી મહારાષ્ટ્રના અને 2 દિલ્હીના હતા જ્યારે એક દર્દી હિમાચલ પ્રદેશનો હતો. સતત વધી રહેલા કેસ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનામાંથી 1,396 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં રિકવરીની સંખ્યા વધીને 4,41,68,321 થઈ ગઈ છે.

ગઈકાલે કેટલા નોંધાયા હતા કેસ ? 
અગાઉ બુધવારે જાહેર કરાયેલા ડેટામાં કોરોનાથી સંક્રમણના 2,151 નવા કેસ નોંધાયા હતા અને આ કેસો છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ દૈનિક નોંધાયેલા કેસ હતા. ગયા વર્ષે 28 ઓક્ટોબરે એક જ દિવસમાં 2,208 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે બુધવારે પણ કોરોનાને કારણે 4 દર્દીઓના મોત થયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં 3 અને કર્ણાટકમાં એક દર્દીનું મોત થયું હતું.

દિલ્હીમાં કોરોના કેસોમાં સતત વધારો 
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ગઈકાલે બુધવારે દિલ્હીમાં કોરોનાના 300 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપનો દર વધીને 13.89 ટકા થયો હતો. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં ગયા વર્ષે સપ્ટેમ્બર પછી પ્રથમ વખત કોરોના કેસ 300ના આંકને સ્પર્શી ગયા છે. દિલ્હીમાં પણ કોરોના સંબંધિત વધુ 2 મોતની માહિતી સામે આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Case News corona case india કોરોના કેસ કોરોના વાયરસ કોરોના સંક્રમણ Corona Case News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ