બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / વજન ઘટાડવું છે? ડાયટમાં સામેલ કરો આ દાળ, પેટ લાંબા સમય સુધી ભરેલું રાખશે

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / વજન ઘટાડવું છે? ડાયટમાં સામેલ કરો આ દાળ, પેટ લાંબા સમય સુધી ભરેલું રાખશે

Last Updated: 02:43 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો ડાયટમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે. રોજના ભોજનમાં મગની દાળ સામેલ કરવાથી સ્વાદની સાથે પોષણ પણ મેળવી શકાય છે.

1/6

photoStories-logo

1. વજન ઘટાડવું છે? ડાયટમાં સામેલ કરો આ દાળ

આજકાલ બદલાતી જીવનશૈલીની સીધી અસર આપણા ખાનપાન અને સ્વાસ્થ્ય પર જોવા મળે છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો અલગ અલગ ડાયટ અજમાવતા હોય છે. પરંતુ વજન ઘટાડવા માટે રોજના ભોજનમાંથી દાળ અને શાકભાજી જેવી પૌષ્ટિક વસ્તુઓ દૂર કરવાની જરૂર નથી. મગની દાળ પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત છે. તેને યોગ્ય રીતે બનાવીને લંચ અથવા ડિનરમાં સામેલ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મગની દાળને ડાયટમાં કરો સામેલ

જો તમે ઘરનું ભોજન ખાઈને વજન ઘટાડવા માંગો છો તો મગની દાળ સારો વિકલ્પ બની શકે છે. તેમાં રહેલું પ્રોટીન અને ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરી શકે છે. જેના કારણે વારંવાર ભૂખ લાગવાની અને બિનજરૂરી નાસ્તો કરવાની શક્યતા ઘટી શકે છે. તમે તેને લંચ અથવા ડિનરમાં સામેલ કરી શકો છો. જોકે વજન ઘટાડવા માટે આખી ડાયટનું સંતુલન જાળવવું પણ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આ રીતે બનાવો હેલ્ધી મગની દાળ

હેલ્ધી મગની દાળ બનાવવા માટે સૌથી પહેલા દાળને સારી રીતે ધોઈને 15થી 20 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકરમાં પાણી, હળદર, મીઠું અને ટામેટાં સાથે બે સીટી સુધી પકાવો. દાળ તૈયાર થઈ જાય પછી જીરું, હિંગ અને લસણનો હળવો વઘાર કરી શકો છો. વજન ઘટાડવાની ડાયટમાં દાળ બનાવતી વખતે તેલ અને ઘીની માત્રા ઓછી રાખવી વધુ સારું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દાળમાં શાકભાજી ઉમેરશો તો વધશે પોષણ

મગની દાળને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં અલગ અલગ શાકભાજી ઉમેરી શકાય છે. પાલક, દૂધી, ગાજર, ટામેટાં અને તુરીયા જેવી શાકભાજી દાળ સાથે સારી રીતે ભળી જાય છે. તેનાથી દાળનો સ્વાદ વધવાની સાથે તેમાં રહેલા પોષક તત્વો પણ વધે છે. આ રીતે બનાવેલી દાળ પેટ ભરવાનું કામ કરે છે અને રોજના ભોજનને વધુ હેલ્ધી બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દાળ સાથે આખા ભોજનનું સંતુલન રાખો

વજન ઘટાડવા માટે માત્ર દાળ ખાવી પૂરતી નથી. તેની સાથે લીલા શાકભાજી અને સલાડ પણ સામેલ કરો. જરૂરિયાત પ્રમાણે રોટલી અથવા ભાત લઈ શકાય છે. દાળ અને શાક બનાવતી વખતે વધારે તેલ, ઘી અથવા ક્રીમનો ઉપયોગ ન કરવો. સાથે જ તમે કેટલી માત્રામાં ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્વાદની સાથે આ વાતોનું પણ રાખો ધ્યાન

મગની દાળ કોઈ જાદુઈ રીતે વજન ઘટાડતી વસ્તુ નથી. પરંતુ સંતુલિત ડાયટનો ભાગ તરીકે તેને સામેલ કરી શકાય છે. વજન ઘટાડવા માટે ભોજનમાં પૂરતું પ્રોટીન, ફાઈબર અને શાકભાજી રાખવાનો પ્રયાસ કરો. તેની સાથે નિયમિત ચાલવું અથવા કસરત કરવી અને પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. જો કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડાયટમાં મોટો ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Moong Dal Healthy Diet Weight Loss Diet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ