બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VTV વિશેષ / વિશ્વ / money hiding was also master Baghdadi, buried 25 million dollars in the desert
Last Updated: 05:20 PM, 30 October 2019
ADVERTISEMENT
સૌથી નજીકનાં વ્યક્તિએ રહસ્ય પરથી પડદો ઉંચક્યો
અબુ બકર અલ બગદાદીનાં સૌથી નજીકનાં વિશ્વાપાત્રમાંનાં એક આતંકવાદીએ ખુલાસો કર્યો છે કે આઈએસઆઈએના આતંકીઓએ ઈરાકી રણમાં 25 મિલિયન ડૉલર દબાવી રાખ્યાં હતાં. આ પૈસા વિશે કોઈને પણ જાણકારી નહોતી, પરંતુ પછીથી આ વિસ્તામાં ફરતા ઢોર ચરાવનારા લોકોને આ પૈસા મળ્યાં હતાં.
ADVERTISEMENT
બગદાદીનો સંબંધી જ બાતમીદાર બન્યો

ADVERTISEMENT
આઈએસઆઈએસનો આકા અબુ બકર અલ બગદાદીનો ખાસ અંગત અને એક સંબંધી મોહમ્મદ અલી સાજેટે (Mohammed Ali Sajet) આ વિશે માહિતી આપી હતી. સાજેટ બગદાદીનો સંબંધી પણ હતો અને તેની પાસે અનેક રાજ પણ હતાં. તે વર્ષ 2015માં આઈએસઆઈએસનો સભ્ય બન્યો હતો. ઓગસ્ટ મહિનામાં ઈરાકી અધિકારીઓએ બગદાદીનાં નજીકનાં સાજેટની ધરપકડ કરી હતી. એવું માનવામાં આવે છે કે સાજેટ પાસેથી જ બગદાદીનાં ઠેકાણાંની માહિતી મળી હતી. એ બાદ આ વિશે પછીથી સીરિયાને માહિતી આપવામાં આવી. ત્યાંથી આ માહિતી અમેરિકનોને આપવામાં આવી હતી. અલીએ આઈએસઆઈએસ નેતા માટે કામ કરી રહેલાં એક કુરિયરને આ અંગે જાણકારી આપી હતી.
રણમાં સોના, ચાંદી અને ડૉલર દાટ્યાં હતાં
ADVERTISEMENT
સાજટ જ્યારે ઈરાકમાં નજર બંધ હતો. ત્યારે સાજટે એક ટીવી ઈન્ટર્વ્યુમાં સ્વીકાર્યું હતું કે આઈએસઆઈએસે અલ-અનવર રણમાં 25 મિલિયન ડૉલર છુપાવીને રાખ્યાં હતાં. આઈએસઆઈએસ આને પહેલા પોતાનું નુકસાન માનવામાં આવી રહ્યું હતું. જેને પછીથી પશુ ચરાવનારાં લોકોની મદદથી શોધવામાં આવ્યું હતું. જોકે રણમાંથી મળેલી રકમ હજુ પશુ ચરાવનારા પાસે છે કે પછી આઈએસઆઈએ તેનાં બીજા અડ્ડા પર છુપાવ્યાં છે. તે જાણી નથી શકાયું.
બગદાદીનાં ઠેકાણા પર ધર્મગ્રંથોનો ઢગ મળ્યો
ADVERTISEMENT

સાજેટે જણાવ્યું છે કે જ્યાં બગદાદી છુપાયો હતો ત્યાં 5-6 મીટરની પહોળાઈ સાથે 8 મીટર લાંબી ભૂ સુરંગ હતી. અહીં એક લાઈબ્રેરી હતી. જેમાં ધાર્મિક પુસ્તકો, કુરાન અને અનેક અન્ય પ્રકારની ધાર્મિક પુસ્તકો રાખવામાં આવી હતી. તેઓ આ ધાર્મિક પુસ્તકોને વાંચતો રહેતો હતો. આ સુરંગમાં પ્રકાશ અને અન્ય વસ્તુઓ હતી. જેથી આ જગ્યાને બગદાદીનાં છુપાવા માટેની ઉત્તમ જગ્યા માનવામાં આવે છે.
ADVERTISEMENT
બગદાદીની આસપાસનાં ટેન્ટમાં સુરક્ષાકર્મીઓ ખડે પગે રહેતાં હતાં
સાજેટે જણાવ્યું હતું કે સીરિયામાં જે જગ્યાએ બગદાદીએ પોતાના છુપાવાની જગ્યા બનાવી હતી. તેની આસપાસ તેનાં ખાસ લોકોનાં ટેન્ટ લગાવવામાં આવ્યાં હતાં. જે તેમની સુરક્ષા કરતાં હતાં. ઈરાકી અધિકારીઓએ જણાવ્યું હતું કે સગીરને જ્યારે બંધક બનાવીને પુછપરછ કરવામાં આવી તો તેણે કુરિયર તરીકે કામ કરનારા અને તેની પત્ની વિશે માહિતી આપી હતી. એ બાદ કુરિયરને નજર કેદ કરવામાં આવ્યો હતો. જોકે કુરિયર રેડ દરમિયાન માર્યો ગયો. જોકે તેની પત્નીને અન્ય જગ્યાએ રાખવામાં આવી હતી. પત્નીને કારણે ટીમ બગદાદી સુધી પહોંચવામાં સફળ રહી. એ બાદ ઈરાકી અધિકારીઓએ અમેરિકી સેનાને સૂચના આપી હતી. ત્યારે અમેરિકાએ આ ઓપરેશન પાર પાડ્યું.
અડ્ડો બદલવાની તૈયારી કરી રહ્યો હતો જોકે તક ન મળી
બગદાદીનાં ખાસ સાજેટે સેનાને જણાવ્યું કે લાંબા સમય સુધી તે એક અડ્ડા પર નથી રહેતો. સુરક્ષા એજન્સીને માહિતી મળી શકે તેવી કોઈ જગ્યાએ તે નથી છુપાતો. જો બગદાદીને સુરક્ષાને લઈને શંકા ઉપજે તો તે અડ્ડો બદલી નાંખે છે. જ્યાં બગદાદી માર્યો ગયો તે જગ્યાં એક અઠવાડિયામાં બદલવાનો હતો. જે માટે તેણે ખાસ લોકો સાથે મિટીંગ પણ કરી લીધી હતી. જોકે તે ભાગે એ પહેલા અમેરિકાએ હુમલો કરી દીધો.
કોઈ જીવતું નથી પકડાયું
એક વાત એ પણ છે કે બગદાદી તેનાં સાથીઓને હંમેશા કહેતો હતો કે તે ક્યારેય જીવતો નહી પકડાય અને એજ કારણથી તે પોતાનાં શરીર પર વિસ્ફોટકો બાંધીને રાખતો હતો. બગદાદી જેવું કહેતો હતો તેણે એવું જ કર્યું. જ્યારે અમેરિકી સેનાએ હુમલો કર્યો ત્યારે તેણે પોતાને ઉડાવી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.