બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Monday Box Office Yoddha and Bastar did not work in front of Shaitan see Total Collection

મનોરંજન / 'શૈતાન' સામે ફિક્કી પડી 'યોદ્ધા' અને 'બસ્તર ધ નક્સલ સ્ટોરી', વીક ડે પર કરી બસ આટલી કમાણી

Megha

Last Updated: 12:02 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે 'યોદ્ધા' અને 'બસ્તર ધ નક્સલ સ્ટોરી' રીલીઝ થઈ હતી, 'શૈતાન' અને 'આર્ટિકલ 370' પહેલેથી જ દર્શકોનું મનોરંજન કરી રહી હતી. એવામાં સોમવારે આ ફિલ્મોએ કેટલી કમાણી કરી, જાણો

આ દિવસોમાં સિનેમાઘરોમાં એક પછી એક ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાંથી કોઈ ફિલ્મો દર્શકોના દિલ જીતી રહી છે તો કોઈ ખરાબ રીતે પિટાઈ રહી છે. ગયા અઠવાડિયે બે ફિલ્મો 'યોદ્ધા' અને 'બસ્તર ધ નક્સલ સ્ટોરી' સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી અને તેની સામે અજય દેવગન-આર માધવન સ્ટારર 'શૈતાન' અને યામી ગૌતમની 'આર્ટિકલ 370' પહેલેથી જ દર્શકોનું મનોરંજન કરી રહી હતી. એવામાં ચાલો જાણીએ કે સોમવારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મોએ કેટલી કમાણી કરી હતી. 

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોદ્ધા' એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી ન હતી, પરંતુ વીકેન્ડ પર ફિલ્મે જોરદાર છલાંગ લગાવી હતી. હવે વીક ડે પર ફરી ફિલ્મની કમાણીમાં જોરદાર ઘટાડો થયો છે. એક રિપોર્ટ અનુસાર રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે 2.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, ત્યારબાદ તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 19 કરોડ રૂપિયા થઈ ગયું છે. ' 

બીજી તરફ વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'શૈતાન'ની વાર્તા અને તમામ સ્ટાર્સની એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ છેલ્લા 2 અઠવાડિયાથી બોક્સ ઓફિસ પર કબજો જમાવી રહી છે. અજય દેવગન અને આર માધવનની ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. 

હવે રીલીઝના 11મા દિવસે ફિલ્મે એટલે કે બીજા સોમવારે 'શૈતાન' એ 3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જે પછી તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 106.05 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વર્લ્ડ વાઈડ 152.11 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બસ્તર ધ નક્સલ સ્ટોરી' 'યોદ્ધા'ની સાથે એટલે કે 15મી માર્ચે સિનેમાઘરોમાં આવી હતી. રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે 24 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, ત્યારબાદ તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 2.24 કરોડ રૂપિયા થઈ ગયું છે. બસ્તર'એ બોક્સ ઓફિસ પર માત્ર 40 લાખ રૂપિયા સાથે ધીમી શરૂઆત કરી હતી. બીજા દિવસે ફિલ્મે જોર પકડ્યું અને 75 લાખ રૂપિયાની કમાણી કરી, જ્યારે ત્રીજા દિવસે ફિલ્મ 85 લાખ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી હતી.

વધુ વાંચો: જોન અબ્રાહમની ફિલ્મ 'વેદા'નું ટીઝર થયું રીલીઝ, શર્વરી વાઘ સાથે એક્શન મોડમાં જોવા મળ્યો એક્ટર

અંતે આદિત્ય સુહાસ જાંભલે દ્વારા નિર્દેશિત 'આર્ટિકલ 370'એ રવિવારે 1.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તો ફિલ્મે 25માં દિવસે 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી, હવે તેની કુલ કમાણી 72.80 કરોડ રૂપિયા સુધી પંહોચી ગઈ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ