બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammad Shami's view on jay shri ram allah hu akbar slogans

સ્પોર્ટસ્ / રામ મંદિરથી મને શું વાંધો હોય, 1000 વાર જય શ્રી રામ બોલો અને...: મોહમ્મદ શમીએ હિન્દુ-મુસ્લિમ મુદ્દે જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 06:48 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ શામીએ 'જય શ્રીરામ' અને 'અલ્લાહ હૂ અકબર'નાં નારા અને સોશિયલ મીડિયા પર તેમના ધર્મ પર થતી ટિપ્પણી પર પોતાનું મૌન તોડ્યું.

  • મોહમ્મદ શામીએ ઈંટરવ્યૂ દરમિયાન તોડ્યું મૌન
  • જય શ્રીરામ અને અલ્લાહ હૂ અકબરનાં નારા અંગે સ્પષ્ટતા કરી
  • કહ્યું હિંદૂ અને મુસલમાનને સમાન હક મળ્યો છે

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીએ  'જય શ્રીરામ' અને 'અલ્લાહ હૂ અકબર'નાં નારા અને સોશિયલ મીડિયા પર તેમના ધર્મ પર ચાલતી ટિપ્પણીઓનો જવાબ આપ્યો. મોહમ્મદ શામીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યું કે તેમને જય શ્રીરામ કે અલ્લાહ હૂ અકબરનાં નારાથી કોઈ પ્રોબ્લેમ નથી કારણકે તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. શમીનું આ સ્પષ્ટીકરણ એટલા માટે જરૂરી છે કારણકે છેલ્લાં થોડા વર્ષોમાં તેમની ખરાબ પર્ફોર્મેન્સ કે મેદાન પર થયેલી નાની ભૂલને પણ વારંવાર તેમના ધર્મ સાથે જોડવામાં આવ્યું છે.

હિંદૂ અને મુસલમાનને સમાન હક મળ્યો છે- શમી
મીડિયા સાથેનાં ઈંટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે," જ્યાં સુધી સવાલ હિંદૂ અને મુસલમાનનો છે..બંનેને બરાબરનો હક મળ્યો છે. જો અહીં કોઈ મુશ્કેલી હોત તો અમે જ ન રહ્યાં હોત...અને જ્યાં કોઈ ગૈર-મુસ્લિમને પરેશાની હશે તો તે ત્યાં નહીં રહી શકે...સીધી વાત છે. પણ કેટલીક ચીજો એવી ક્રિએટ થઈ રહ છે સોશિયલ મીડિયા પર...જય શ્રીરામનાં નારાઓ લાગ્યાં છે. દંગાઓ થઈ રહ્યાં છે. એ લોકો તો આવું જ ઈચ્છે છે બીજું કંઈ નથી ઈચ્છતાં.."

વધુ વાંચો: IND vs ENG: રાજકોટ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર, વધુ એક ખેલાડી થયો ઇજાગ્રસ્ત!

જય શ્રીરામ અને અલ્લાહ હૂ અકબરનાં નારા પર શમીનું નિવેદન
જય શ્રીરામ અને અલ્લાહ હૂ અકબરનાં નારા પર શમીએ કહ્યું કે- દરેક ધર્મમાં 5-10 લોકો એવા મળી જશે જેને સામેવાળો નથી ગમતો. મને એ બાબત પર કોઈ ઓબ્જેકે્શન નથી. જેમ પેલી નમાજવળી આવત આવી હતી. જો તમારું રામમંદિર બની રહ્યું છે તો મને જય શ્રીરામનાં નારાથી શું મુશ્કેલી હશે...1000 વખત બોલો જો મને અલ્લાહ હૂ અકબર બોલવું છે તો હું હજાર વખત બોલીશ..શું ફરક પડવાનો છે. તેમાં કોઈનું કંઈ નથી જતું અને ન તો કોઈને કંઈ મળતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ