બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Modi government organizes dinner with bollywood fraternity to gain their trust in CAA

મોદી સરકાર / પાણી પહેલાં પાળઃ CAA પર બોલીવુડનો આક્રોશ ઠારવા મોદી સરકારની ડિનર ડીપ્લોમસી

Shalin

Last Updated: 10:16 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે બૉલીવુડના ટોચના અભિનેતા અને ફિલ્મ મેકર્સને મુંબઈ હોટલમાં રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે ડિનર માટે આમંત્રિત કર્યા છે. તેનો હેતુ વિવાદાસ્પદ CAA કાયદા વિષે ચર્ચા કરવાનો છે.

કોણ કોણ આમંત્રિત છે

આમંત્રિતની યાદીમાં કરણ જોહર, ફરહાન અખ્તર, કબીર ખાન, વિકી કૌશલ, આયુષ્માન ખુરાના જેવા સિતારાઓનો સમાવેશ થાય છે.

ક્યારે છે ડિનર?

આ સિતારાઓને મુંબઈની ગ્રાન્ડ હ્યાત હોટલમાં રવિવારે 5મી જાન્યુઆરીએ રાત્રે બોલાવવામાં આવ્યા છે. 

Image result for hyatt hotel mumbai"
હ્યાત હોટલ મુંબઈ

શું છે સિતારાઓનો પ્રતિભાવ?

એક આમંત્રિત સિતારાએ જવાનો ઇન્કાર કરીને જણાવ્યું છે કે તેને સેલ્ફીઓ લેવામાં કોઈ રસ નથી. ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે તેના માટે જવું અનુકૂળ નથી. જયારે બીજા એક સ્ટારે પોતે વિદેશ હોવાનું જણાવ્યું હતું.

શું હવે રાતોરાત સિતારાઓ CAAના પક્ષમાં થઇ જશે?

બૉલીવુડના એક અંગત સૂત્રએ જણાવ્યું હતું કે હવે આ સિતારાઓ અચાનક કાલથી ટ્વીટર ઉપર CAAના સમર્થનમાં ટ્વીટ કરવા લાગશે.

કોણે આ ડિનર ઓર્ગેનાઈઝ કર્યું છે?

સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીના બૉલીવુડના ખાસ માણસ તરીકે જાણીતા મહાવીર જૈને આ ડિનર ઓર્ગેનાઈઝ કર્યું છે. નરેન્દ્ર મોદીના પ્રખ્યાત બૉલીવુડ સેલ્ફી પાછળ મહાવીર જૈનનું આયોજન હોવાનું કહેવાય છે. આ ફોટો બોલીવુડે સારા એવા પ્રમાણમાં ફેલાવ્યો હતો.

નરેન્દ્ર મોદીની પ્રખ્યાત બોલીવુડ સેલ્ફી 

નોંધનીય છે કે બૉલીવુડના મોટા ભાગના સિતારાઓ 2014થી મોદી સરકારની તરફેણમાં છે પરંતુ એક નાનો ભાગ એવો છે કે જે નિર્ભયતાથી મોદી સરકારના કેટલાક નિર્ણયોની જાહેરમાં ટીકા કરે છે. 

જામિયા મિલિયા, અલીગઢ યુનિવર્સીટી વગેરેમાં CAAના વિરોધમાં નીકળેલી રેલીમાં પોલીસે આચરેલા કથિત દમન મુદ્દે હુમા કુરેશી, કોંકણા સેન, રિચા ચઢ્ઢા, અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર જેવા બૉલીવુડ કલાકારોએ જાહેરમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood CAA CAA Protest CAA વિરોધ Narendra Modi નરેન્દ્ર મોદી બૉલીવુડ Modi government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ