બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / VTV વિશેષ / Modi government has pledged to destroy the right to information act says Sonia Gandhi
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ ગુરુવારે RTIમાં લાગુ કરાયેલ સુધારા માટે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સુધારો 2005માં પસાર કરાયેલ RTI એક્ટને હંમેશ માટે નબળો કરી દેશે.
ADVERTISEMENT
જુલાઈમાં લોકસભામાંથી RTIમાં સુધારા પસાર થયા બાદ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકાર RTIને પોતાના દુશ્મન તરીકે જુએ છે અને સરકાર RTIની સત્તા અને સ્વાયત્તાને ખતમ કરી દેવા માંગે છે. RTI હકીકતમાં Central Election Commission અને Central Vigilance Commission જેટલું શક્તિશાળી રહેવા માટે બનેલું હતું.
શું કહ્યું હતું સોનિયા ગાંધીએ?
ADVERTISEMENT
કોંગ્રેસના અંતિરમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે કે RTI બિલને નબળુ કરવામાં આવી રહ્યું છે. સોનિયાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં આ વાત કોઇનાથી છૂપાયેલ નથી કે કેન્દ્રની મોદી સરકાર આરટીઆઇની સંસ્થાને પોતાના નિરંકુશ એજન્ડાને લાગૂ કરવામાં એક મોટી અડચણના રૂપમાં દેખાઇ આવે છે. તેમણે વધુમાં એ પણ કહ્યું કે આ કાયદો જવાબદારી માંગે છે અને ભાજપ સરકાર કોઇ પણ પ્રકારના જવાબ આપવાનું ટાળતી આવી છે.
સરકારના હસ્તક્ષેપથી નહીં બચી શકે ઈન્ફર્મેશન કમિશનર : સોનિયા ગાંધી
ADVERTISEMENT
સોનિયા ગાંધીએ કહ્યું કે સંશોધનમાં કેન્દ્રીય સૂચના આયુક્તના વેતન, ભથ્થા અને શર્તોના નિયમ જે ચૂંટણી કમિશ્નરના બરાબરના હતાં. હવે કેન્દ્ર સરકાર દ્વારા નવેસરથી નક્કી કરાશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમના વેતન અને ભથ્થા મોદી સરકારની ઈચ્છાનુસાર ઓછા-વધારે કરી શકાશે. આ મહત્વપૂર્ણના પદોના કાર્યકાણ અને વેતન ઓછાં કરવાના અધિકાર પોતાના હાથમાં લઈને મોદી સરકારે સુનિશ્ચિત કરી દીધું છે કે કોઈ પણ વરિષ્ઠ સ્વાભિમાની અધિકારી આ રીતે તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કરવાનું સ્વીકારશે નહીં. આ સંશોધનો બાદ કોઈ પણ સૂચના કમિશ્નર મોદી સરકારના હસ્તક્ષેપ તેમ જ નિર્દેશોથી બચીને રહી નહી શકે.
RTIના સંશોધનની કેમ ટીકા થઇ રહી છે?
ADVERTISEMENT
RTIના સેકશન 13 અને 16માં બંધારણીય સુધારા લાગુ કરાયો છે. અગાઉના કાયદા મુજબ RTIના Chief Information Commissioner (CIC) ને Information Commissioners (ICs) 5 વર્ષનું ફિક્સ પોસ્ટિંગ ધરાવતા હતા અને તેમને Chief Election Commissioner (CEC) અને Election Commissioners (ECs)ના દરજ્જાનો પગાર અને લાભો મળતા હતા.
જો કે હવેના સુધારાઓ મુજબ RTIના CIC ((સૂચના આયુક્ત) અને Information Commissioners (ICs)ની ટર્મ કેન્દ્ર સરકાર નક્કી કરશે. આ ઉપરાંત તેમને મળતા પગાર અને અલાઉન્સિસ પણ કેન્દ્ર સરકાર નક્કી કરશે.
ADVERTISEMENT
સરકારે કયા નવા ધોરણો નક્કી કર્યા છે?
ADVERTISEMENT
ગયા અઠવાડિયામાં નિયમો મુજબ હવે Chief Information Commissioner (CIC) ને કેબિનેટના સેક્રેટરી જેટલા પગાર અને લાભો મળશે જે Chief Election Commissioner (CEC) કરતા ઘણા ઓછા હોય છે. Information Commissioners (ICs)ને ભારત સરકારના સેક્રેટરી જેટલા લાભો અને પગાર મળશે.
આ ઉપરાંત CIC અને ICsને હવે ફક્ત 3 વર્ષની ફિક્સ ટર્મ મળશે.
આ પહેલાં Chief Information Commissioner (CIC) અને Information Commissioners (ICs)ને તેમની સેલરી ઉપરાંત 34000 રૂપિયા જેટલું અલાઉન્સ, સરકાર તરફથી સંપૂર્ણ ફર્નિચર ધરાવતી રહેઠાણની જગ્યા, વર્ષના 3 LTC, અમર્યાદિત મેડિકલ અલાઉન્સ, મહિનાના 1500 મફત ફોન કોલ્સ અને નિવૃત્તિ પછી પેન્શન જેટલી સુવિધાઓ અપાતી હતી.
હવેના કાયદા મુજબ તેમને મહિને 10000નું અલાઉન્સ મળશે. તેમને ઉપર દર્શાવેલ લાભોમાંથી પણ ઘણા બધા લાભો નહિ મળે.
CICનું સત્તાવાર સ્ટેટસ પણ ઘટાડી દેવાયું છે?
ભારતમાં ‘Table of Precedence’ નામનું એક કોષ્ટક છે જેમાં સરકારના વિવિધ ક્ષેત્રના વડાઓ અને અધિકારીઓને તેમના રેન્ક પ્રમાણે નંબર આપવામાં આવે છે.
Chief Information Commissioner (CIC) પહેલા Chief Election Commissioner (CEC)ની જેમ 9A રેન્ક ધરાવતા હતા. તેમની સાથે CAGના વડા અને UPSCના ચેરમેન હતા જયારે હવે Chief Information Commissioner (CIC)નો ક્રમ ગબડીને 23 પહોંચી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.