બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / મનોરંજન / Modi government gave strict warning to OTT platforms on what? Anurag Thakur said - If Indian culture is insulted...

હવે સહન નહીં થાય... / OTT પ્લેટ્ફોર્મ્સને કઈ વાત પર મોદી સરકારે આપી દીધી કડક ચેતવણી? અનુરાગ ઠાકુરે કહ્યું- ભારતીય સંસ્કૃતિનું અપમાન થયું તો...

Pravin Joshi

Last Updated: 11:52 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ચિંતા વ્યક્ત કરી કે OTT પર ઘણા પ્રસંગોએ ભારતીય ધર્મો અને પરંપરાઓને ખોટી રીતે બતાવવામાં આવે છે. તેમણે પ્રતિનિધિઓને કહ્યું કે તેઓ તેમના પ્લેટફોર્મનો ઉપયોગ પ્રચાર ફેલાવવા અને વૈચારિક પૂર્વગ્રહ પેદા કરવા માટે ન કરે.

  • અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
  • આ મહત્વની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી ચેતવણી
  • ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અપમાન થવા દેવામાં આવશે નહીં
  • દેશની સામૂહિક ચેતના પણ OTTમાં પ્રતિબિંબિત થવી જોઈએ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અપમાન થવા દેવામાં આવશે નહીં. અનુરાગ ઠાકુરે OTT પર ભારતીય ધર્મો અને પરંપરાઓના ખરાબ ચિત્રણના આરોપોને લઈને આ વાત કહી હતી. આ બેઠક મંગળવાર 18 જુલાઈના રોજ થઈ હતી. મીટિંગમાં સામેલ લોકોએ એક ખાનગી ન્યુઝ એજન્સીને ત્યાં થયેલી વાતચીતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે મીટિંગમાં OTT દ્વારા ઉલ્લંઘન માટે સજાની જોગવાઈને ઠીક કરવા, હાલની ફરિયાદ નિવારણ પદ્ધતિને મજબૂત કરવા, ભારતના નકશાના સચોટ ચિત્રણને લગતી ચિંતાઓ અને ડિજિટલ પાયરસી સાથે વ્યવહાર કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં શું થયું?

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ચિંતા વ્યક્ત કરી કે OTT પર ઘણા પ્રસંગોએ ભારતીય ધર્મો અને પરંપરાઓને ખોટી રીતે બતાવવામાં આવે છે. તેમણે પ્રતિનિધિઓને કહ્યું કે તેઓ તેમના પ્લેટફોર્મનો ઉપયોગ પ્રચાર ફેલાવવા અને વૈચારિક પૂર્વગ્રહ પેદા કરવા માટે ન કરે. આ સમસ્યાઓ અંગે તમામ પ્રતિનિધિઓને 15 દિવસમાં સૂચિત ઉકેલ લાવવા જણાવાયું છે.

ક્રિએટીવિટીના નામ પર....: OTT પ્લેટફોર્મને લઇ અનુરાગ ઠાકુરની ખુલ્લી ચેતવણી,  જુઓ શું કહ્યું | Government strict about increasing obscene content on OTT  Anurag Thakur said Abuse in the ...

આચારસંહિતાના અમલ અંગે વાત કરી

બેઠકમાં પ્રતિનિધિઓએ આચારસંહિતાના અમલ અંગે વાત કરી હતી. સર્જનાત્મક સ્વતંત્રતા અને જવાબદાર સામગ્રી વચ્ચે સંતુલન જાળવવા માટે ઉકેલોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આચારસંહિતા, વિષયવસ્તુ નિયમન, વિવિધ વયના લોકો માટે વાજબી પ્રવેશ, વય-આધારિત વર્ગીકરણ અને પેરેંટલ લોક પરની ચર્ચા દરમિયાન ભાર મૂકવામાં આવ્યો હતો. તો સાથે સાથે OTT પ્લેટફોર્મને સ્ક્રિપ્ટની સમીક્ષા કરવા, સંભવિત ઉલ્લંઘનોને ઓળખવા અને કૌટુંબિક મનોરંજનને પ્રોત્સાહન આપવા માટે કહેવામાં આવ્યું હતું.

બેઠકમાં વિવિધ મુદ્દા ઉઠાવવામાં આવ્યા

આ સાથે ફરિયાદ નિવારણ તંત્રને મજબૂત કરવા પર પણ વાતચીત કરવામાં આવી હતી. બેઠકમાં ડિજિટલ પાઇરેસી અને બૌદ્ધિક સંપદા અધિકારોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગેરકાયદેસર રેકોર્ડિંગ અને સામગ્રીના પ્રસારણમાં સામેલ વેબસાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.બેઠક બાદ અનુરાગ ઠાકુરે એક ટ્વીટમાં લખ્યું કે ભારત વિવિધતા ધરાવતો દેશ છે. દેશની સામૂહિક ચેતના પણ OTTમાં પ્રતિબિંબિત થવી જોઈએ. પ્લેટફોર્મ સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે પણ સંવેદનશીલ હોવા જોઈએ. તમને જણાવી દઈએ કે આગામી ચોમાસુ સત્રમાં સિનેમેટોગ્રાફ બિલ પણ પસાર થવાની આશા છે. જેમાં ડીજીટલ પાયરસી અટકાવવા અને કોપીરાઈટ કન્ટેન્ટ ગેરકાયદેસર રીતે દર્શાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ