Modi government can give good news to the working class in the budget on February 1
મોટા સમાચાર /
પહેલી ફેબ્રુઆરીએ બજેટમાં નોકરિયાત વર્ગને ગુડ ન્યૂઝ આપી શકે છે મોદી સરકાર, મળશે આ છૂટ
Team VTV11:33 AM, 23 Jan 22
| Updated: 11:36 AM, 23 Jan 22
નવા વર્ષના બજેટમાં મોદી સરકાર દ્વારા નોકરીયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી શકે તેવી શક્યતા છે. જેમા સરકાર પીએફ પર 2.5 લાખની જગ્યાએ હવે 5 લાખથી વધુની રકમ પરજ ટેક્સ લેશે તેવી શક્યતા છે.
નવા બજેટમાં સામાન્ય લોકોને મળશે મોટો લાભ
નોકરિયાત વર્ગને મોદી સરકાર આપશે મોટી રાહત
પીએફમાં 5 લાખ સુધીની રકમ પર ટેક્સ માફ કરશે સરકાર
પ્રોવિડેંટ ફંડ લેનારા લોકોને નવા બજેટ 2022માં મોટી ખુશખબરી મળી શકે છે. આગામી બજેટમાં સરકાર ટેક્સ ફ્રી પ્રોવિડેંટ ફંડની લિમિટને વધારીને 5 લાખ રૂપિયા સુધીની કરી શકે છે. જેમા સરકાર દ્વારા નવા બજેટમાં આ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જેથી પગારદારો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સની છૂટ મેળવી શકશે એટલે કે તેને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહી ભરવો પડે.
પહેલા 2.5 લાખ સુધીની લીમીટ હતી
ગત વર્ષના બજેટમાં પણ સરકાર દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું હતું જેમા પીએફમાં જમા કરેલા રૂપિયા અને ટેક્સ પર છૂટ કાઢીને આ નિયમ લાગૂ કરવામાં આવ્યો હતો. જેમા એક વર્ષમાં જો કોઈ 2.5 લાખ રૂપિયા જમા કરે તો તેને ટેક્સ નહી આપવો પડે. પરંતુ જો 2.5 લાખથી વધુ ટેક્સ રૂપિયા હોય તો તેણે ટેક્સ ચુકવવો પડે.
5 લાખ સુધીની રકમ પર નહી લાગે ટેક્સ
જોકે સરકાર દ્વારા તેમના નિયમમાં બાદમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેમા ટેક્સ ફ્રી ડિપોઝિટ શ્રેણીમાં 5 લાખની રકમ જમા કરવામાં આવી હતી. જોકે આ એવા ફંડ માટે છૂટ આપવામાં આવી હતી. જેમા કંપની દ્વારા કોઈ રકમ જમા કરવામાં નથી આવતી. જો કર્મચારી પોતાની મરજીથી રૂપિયા જમા કરાવે છે તો તેના પર ટેક્સ નથી લાગતો.
નવા બજેટમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા
હાલ 2.5 લાખની ટેક્સ ફ્રી લિમિટને વધારીને 5 લાખ કરવામાં આવી છે જેનો ફાયદો ઘણો ઓછા લોકોને મળ્યો છે. પરંતુ હવે જે લોકો તેમના જનરલ પીએફમાં વધુમાં વધું રૂપિયા જમા કરાવે છે. તે લોકોને સરકાર મોટી રાહત આપી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતું બજેટમાં સરકાર આ જાહેરાત કરી શકે તેવી પૂરી શક્યતા છે.