ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / modi government ban 54 more mobile apps in india

BIG BREAKING / ભારતની ડિજિટલ સ્ટ્રાઈક, વધુ 54 મોબાઈલ એપ્સ પર લગાવી દીધો પ્રતિબંધ, ચાઈનાને લાગશે ઝટકો

Published By: Pravin

Last Updated: 10:59 AM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે વધું 54 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવા પ્રતિબંધમાં ચીની એપ્સ પણ શામેલ છે. આ પ્રતિબંધ ભારતની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડિતતાના ખતરાનો હવાલો આપીને પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • ભારત સરકારે વધું 54 મોબાઈલ એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ
  • સુરક્ષાનો હવાલો આપી લીધી આ મોટી એક્શન
  • 2020 બાદ 270 એપ્સ કરી દીધા બૈન

ભારત સરકારે વધું 54 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવા પ્રતિબંધમાં ચીની એપ્સ પણ શામેલ છે. આ પ્રતિબંધ ભારતની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડિતતાના ખતરાનો હવાલો આપીને પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. નવા પ્રતિબંધમાં પ્રથમ પ્રતિબંધિત એપ્સ પણ શામેલ છે. પણ ક્લોન તરીકે ફરથી સામે આવ્યા છે. 2020 બાદ કુલ 270 એપ્સ પર પ્રતિબંધ લગાવામા આવ્યા બાદ 2022માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામા આવેલા એપ્સનો આ પ્રથમ લોટ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વધું 50 એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આઈટી કાનૂની કલમ 69એ અંતર્ગત આ એપ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.  

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગરેના ફ્રી ફાયર નામની એક લોકપ્રિય સ્માર્ટફોન ગેમ પહેલા ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરમાંથી ગાયબ થઈ ગઈ હતી અને એવું લાગે છે કે, આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની યાદીમાં જોડાઈ ગઈ છે. 

 

 

પ્રતિબંધિત એપના ક્લોન પર લગાવ્યો બૈન

જો કે, રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટા ભાગના એપ્સના ક્લોન શામેલ છે. જે 2020થી ભારતમાં પહેલાથી પ્રતિબંધિત હતા. 50 અન્ય પ્રતિબંધિત એપ્સ સાથે કુલ એપ્સની યાદી જે ભારત દ્વારા પ્રતિબંધિત છે, 320 ની નજીક પહોંચી ગઈ છે.


ભારતમાં પહેલાથી આ એપ્સ હતા પ્રતિબંધિત

ભારત સરકાર આ પહેલા ટિકટોક અને પબજી મોબાઈલ સહિત કેટલીય લોકપ્રિય એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે પબજી મોબાઈલ જેમ તેમ કરીને ભારતમાં વાપસી કરી, ક્રાફ્ટને એક નવું કાર્યાલય સ્થાપિત કર્યું અને પોતાના ચીની ભાગીદારો સાથે સંબંધ તોડી નાખ્યો. ટિકટોક એટલું ભાગ્યશાળી નથી રહ્યું અને દેશમાં પ્રતિબંધિત છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં અમુક ચાઈનીઝ સહિત ક્લોન એપ્સ શામેલ છે. 


વર્ષ 2020માં સૌથી પહેલા 59 એપ થયા હતા બૈન

વર્ષ 2020માં લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચેના તણાવ ચરમ પર હતો, ત્યારે સૌથી પહેલા ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ પર બૈન લગાવી દીધો હતો. ભારતે ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેર ઈટ, હેલો, લાઈકી, વી ચૈટ, બ્યૂટી પ્લસ જેવા લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ સરાકરે 47 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાંથી મોટા ભાગના યા તો પ્રતિબંધિત એપ્સના ક્લોન હતા અથવા તે તેને ભળતાં હતાં.


ત્યાર બાદ સપ્ટેમ્બર 2022માં ભારતે 118 અન્ય મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ પબજી પણ શામેલ હતી. પબજી ઉપરાંત લિવિક, વીચૈટ વર્ક, વીચૈટ રીડિંગ, કૈરમ ફ્રેંડ્સ, કૈમકાર્ડ જેવા એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Ban Mobile App mobile application modi government મોબાઈલ એપ્સ Application

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ