બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / modi cabinet babul supriyo not the right way ask for resignation

નવા-જુનીના એંધાણ? / મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા ભાજપ નેતાને લાગ્યા મરચાં, કહ્યું- રાજીનામું માંગવાની આ રીત યોગ્ય નહીં

Published By: Arohi

Last Updated: 11:53 AM, 8 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું. નવા મંત્રીમંડળમાં 43 મંત્રીઓને સ્થન મળ્યું છે.

  • મંત્રીમંડળમાં 43 મંત્રીઓને જગ્યા
  • 15 નેતાઓને કેબિનેટ મંત્રી અને 28એ રાજ્યમંત્રી પદના શપથ લીધા
  • રાજીનામાને લઈને બાબુલ સુપ્રિયો નારાજ 

મોદી કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં નવા મંત્રીમંડળમાં 43 મંત્રીઓને જગ્યા મળી છે. તેમાંથી 15 નેતાઓને કેબિનેટ મંત્રી અને 28એ રાજ્યમંત્રી પદના શપથ લીધા હતા. અહીં મંત્રીમંડળમાં જગ્યા નહીં મળવા અને મંત્રીપદથી રાજીનામું આપવાને લઈને ઘણા સાંસદ નારાજ છે. ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ કેબિનેટ વિસ્તરણ પહેલા ફેસબુક પોસ્ટમાં કહ્યું કે તે આ વાતથી ખૂબ જ ખુશ છે કે કાર્યકાળમાં તેમના પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યો. તેમણે કેન્દ્રીય મંત્રીમંજળ શામેલ થયેલા બંગાળના અમુક નેતાઓને શુભેચ્છાઓ પાઠવી. તેની સાથે જ તેમણે કહ્યું કે 'હું પોતાના માટે દુઃખી છું.' 


 
બાબુલ સુપ્રિયોએ ફેસબુક પર લખ્યુ, "હાં, જ્યાં ધુમાડો હોય છે ત્યાં આગ જરૂરથી લાગેલી હોય છે." આજે મિત્રોના ફોન નથી લઈ શકતો. માટે વિચાર્યું કે જાતે જ જણાવી દઉં. હાં, મેં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના પદ પરથી રાજીનામું આપ્યું છે. (મને પહેલા રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ મને લાગે છે કે આ રીત યોગ્ય નથી.)

ભ્રષ્ટાચારનો નથી લગાવ્યો આરોપ 
સુપ્રિયોએ લખ્યું-"હું માનનીય પ્રધાનમંત્રીને ધન્યવાદ આપુ છું કે તેમણે મને પોતાના મંત્રિપરિષદના સદસ્યના રૂપમાં દેશ સેવાની તક આપી. મને ખૂબ જ ખુશી છે કે મેં વગર કોઈ ભ્રષ્ટ્રાચારે પોતાના વિસ્તારમાં લોકોની સેવા કરી. આસનસોલના લોકોએ મને 2019માં ખૂબ વધારે મતોથી જીતાડીને સાંસદ બનાવ્યો. "

બાબુલ સુપ્રિયોએ જણાવ્યું કે બંગાળથી જેને મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને મારી શુભકામનાઓ. હું નિશ્ચિત રૂપથી પોતાના માટે દુઃખી છું. પરંતુ નવા મંત્રી બનેલા મંત્રીઓ માટે ખુશ છું. જણાવી દઈએ કે સુપ્રિયોએ બંગાળની આસનસોલ સીટથી 2014ની લોકસભા ચૂંટણી જીતી અને તેમને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Babul Supriyo Modi cabinet Resignation બાબુલ સુપ્રિયો મોદી કેબિનેટ રાજીનામું Modi Cabinet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ