ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / BIG NEWS : મોદી કેબિનેટનો પહેલો મોટો નિર્ણય, PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર

ઘરનું સપનું સાકાર / BIG NEWS : મોદી કેબિનેટનો પહેલો મોટો નિર્ણય, PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર

Last Updated: 06:36 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે તેની પહેલી કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેતાં ઘરવિહોણા લોકોમાં આશા જગાવી છે.

ADVERTISEMENT

નવી મોદી સરકાર અસ્તિત્વમાં આવતાં જ ઘર વિહોણા લોકોમાં ઘરની આશાનો સંચાર થયો છે. સરકારની રચના બાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાને બોલાવેલી નવી કેબિનેટની પહેલી બેઠકમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પીએમ આવાસ યોજનાને લંબાવી દીધી છે અને આ હેઠળ 3 કરોડ નવા ઘરોના બાંધકામને લીલીઝંડી આપી દીધી છે. મોદી કેબિનેટના આ નિર્ણયથી ઘર વિહોણા લોકોને મદદ મળશે.

અત્યાર સુધી 4.21 કરોડ નવા ઘર

આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

71 મંત્રીઓ સાથે પીએમ મોદીની નવી સરકાર

71 મંત્રીઓ સાથે શપથ લીધાં બાદ પ્રધાનમંત્રી મોદીએ આજે તેમના સત્તાવાર નિવાસસ્થાન કેબિનેટની પહેલી બેઠક યોજી હતી જેમાં એનડીએના તમામ સાથીઓ હાજર રહ્યાં હતા. મંત્રીઓના ખાતાની ફાળવણી અંગેનો નિર્ણય લેવાઈ શકે છે. આ પહેલા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રવિવારે સાંજે આયોજિત કાર્યક્રમમાં તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શપથ લીધાં બાદ પીએમ સાઉથ બ્લોક પહોંચ્યા અને ચાર્જ સંભાળ્યો હતો. વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ પીએમ મોદીએ સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા.

ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલું રાખીશું

પીએમએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે. અમે ખેડૂતો અને ખેતીના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. રવિવારે સાંજે શપથ લેનારા 72 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભારી છે. ખાસ વાત એ છે કે આ વખતે મોદી સરકારમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના સહયોગી એટલે કે એનડીએની પણ મોટી ભાગીદારી છે. તેમાં હિન્દુસ્તાની અવમ મોરચા, જનતા દળ યુનાઈટેડ, તેલુગુ દેશમ પાર્ટી અને અપના દળનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો : PM કિસાનનો 17મો હપ્તો જાહેર, 9.3 કરોડ ખેડૂતોને ફાયદો, લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ

સત્તા માટે નથી જન્મ્યો

સોમવારે પીએમ મોદીએ સૌથી પહેલા 'પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ' (PMO)ના અધિકારીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, '10 વર્ષ પહેલા આપણા દેશમાં છબી એવી હતી કે પીએમઓ એક પાવર સેન્ટર છે, ખૂબ મોટું પાવર સેન્ટર છે અને હું સત્તા મેળવવા વિશે વિચારતો નથી. મારા માટે ન તો સત્તા મારી ઈચ્છા છે અને ન તો મારો માર્ગ છે, અમે 2014થી જે પગલાં લીધાં છે, અમે તેને ઉત્પ્રેરક તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે અને પીએમઓ સેવાની સ્થાપના કરવી જોઈએ તે મોદીનું પીએમઓ ન હોઈ શકે.

મારી અંદર હજી એક વિદ્યાર્થી જીવે છે'

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ ચૂંટણી તમારા છેલ્લા 10 વર્ષના દરેક સરકારી કર્મચારીના પ્રયાસોની પુષ્ટિ છે. તમે લોકો આ જીતના સૌથી મોટા લાભાર્થી છો, ભારત સરકારના દરેક કર્મચારી પણ આ જીતના સૌથી મોટા લાભાર્થી છે, જેમણે પોતાની જાતને એક વિઝન માટે સમર્પિત કરી છે. સફળ વ્યક્તિ એ છે જેની અંદરનો વિદ્યાર્થી ક્યારેય મરતો નથી. આ ચૂંટણીમાં મને ઘણા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે અને છેલ્લા 30 વર્ષથી મને પૂછવામાં આવ્યું છે કે મને આટલી ઉર્જા ક્યાંથી મળે છે… મારી ઉર્જાનું રહસ્ય એ છે કે હું મારી અંદર રહેલા વિદ્યાર્થીને હંમેશા જીવંત રાખું છું અને જે વ્યક્તિ તેની અંદર જીવતો વિદ્યાર્થી ક્યારેય શક્તિહીન નથી હોતો, નબળો હોતો નથી અને ક્યારેય આળસુ નથી હોતો. તે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Modi Cabinet 2024 PMAY Modi Cabinet first decision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ