ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / MLA Jignesh Mewani inaugurates largest oxygen plant in Vadgam
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડગામવાસીઓને અનોખી ભેટ આપી છે. જીજ્ઞેશ મેવાણીએ વડગામના છાપી PHC સેન્ટર ખાતે 13 કે.એલ.ની ક્ષમતા સાથેના ઓક્સિજન રીફલીંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન દ્વારા દરરોજ 800 સિલિન્ડર રીફીલ થશે.
આ પ્રસંગે અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે જિલ્લા સહિત વડગામ તાલુકાના અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે જિલ્લામાં ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોને ઓક્સિજન માટે દરદર ભટકવાનો વારો આવ્યો હતો. જો કે હવે છાપી ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતાં સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો આભાર માન્યો હતો.
ADVERTISEMENT

કોરોનાની બીજી લહેર બાદ જે પરિસ્થિત ગુજરાત અને દેશભરમાં સર્જાય ત્યારે જ ધારાસભ્ય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વડગામની જનતા માટે કોઈ પણ કિંમતે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવો છે. ત્યાર બાદ એક સંસ્થા "વિ ધ પિપલ ચેરિટેબલ ટ્રસ્ટ" મદદ કરવા સામે આવ્યું. પરંતુ એનું ખાતું સરકાર દ્વારા ફ્રિજ કરવામાં આવ્યું હતું. આખરે ધારાસભ્ય જીગ્નેશ મેવાની દ્વારા હાઈકોર્ટમાં કેસ દાખલ કરી, કોર્ટની મંજૂરી મેળવી પોતાની ગ્રાન્ટમાંથી એક કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે. ગુજરાતના તમામ ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા બનાવવામાં આવેલો આ સૌથી મોટો પ્લાન્ટ છે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો