ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / વિશ્વ / MIT made a thinner speaker than paper, you will be surprised to hear high-sound quality
ADVERTISEMENT
ADVERTISEMENT
MIT ના એન્જિનિયરોએ બનાવ્યું કાગળ જેવું લાઉડસ્પીકર
Massachusetts Institute of Technology (MIT)ના ઇજનેરોએ કાગળની જેમ પાતળું લાઉડસ્પીકર વિકસાવ્યું છે, જે કોઇ પણ સપાટીને ઓડિયો સ્રોતમાં ફેરવી શકે છે. આ સંશોધન IEEE ટ્રાન્ઝેક્શન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયું છે.
ADVERTISEMENT
Researchers develop a paper-thin loudspeaker: The flexible, thin-film device has the potential to make any surface into a low-power, high-quality audio source. https://t.co/SLNbAAT7MO pic.twitter.com/F5pCq9ydMi
— Massachusetts Institute of Technology (MIT) (@MIT) April 29, 2022
ADVERTISEMENT
ઓછી ઊર્જાનો વપરાશ
આ પાતળુ લાઉડસ્પીકર પરંપરાગત લાઉડસ્પીકર કરતાં બહુજ ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે. આ લાઉડસ્પીકર એટલું નાનું છે કે તે હાથમાં ફિટ બેસી જાય . વળી, તે ખૂબ જ હળવું પણ છે. તે કોઈ પણ સપાટી સાથે જોડાયેલ હોવા છતાં તે ઉચ્ચ-ગુણવત્તાવાળો સાઉન્ડ ઉત્પન્ન કરે છે.
ADVERTISEMENT
ફેબ્રિકેશન ટેકનિકનો ઉપયોગ
આ લાઉડસ્પીકર માટે સંશોધકોએ ખૂબ જ સરળ ફેબ્રિકેશન ટેકનિકનો ઉપયોગ કર્યો છે. આ લાઉડસ્પીકર ઘોંઘાટભર્યા વાતાવરણમાં એક્ટિવ નોઈશ કેન્સલેશન કરે છે. તેનો ઉપયોગ મનોરંજન માટે પણ થઈ શકે એમ છે. આ સ્પીકર અત્યંત હળવા છે. તેમને ચલાવવા માટે વીજળીની પણ ઓછી જરૂર પડે છે. તે એક પરફેક્ટ સ્માર્ટ ડિવાઇસ છે, જ્યાં બેટરી લાઇફ મર્યાદિત છે.
.png)
ADVERTISEMENT
કોઈ પણ જગ્યાએ ઉપયોગ થઈ શકે
એમઆઇટી નેનોના ડાયરેક્ટર અને આ પેપરના સિનિયર લેખક વ્લાદિમીર બુલોવિક કહે છે કે એક પાતળા કાગળમાં બે ક્લિપ્સ ઉમેરવાના હોય છે તેને તમારા કમ્પ્યૂટરનાં હેડફોન પોર્ટમાં પ્લગ કરો. તેમાંથી નીકળતો સાઉન્ડ સાંભળવા ખૂબ જ સારો છે. તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. તે ચલાવવા માટે થોડો જ પાવર લે છે.
પીઝોઇલેક્ટ્રિક મટિરિયલથી બનેલી પાતળી ફિલ્મનો ઉપયોગ
હેડફોન અથવા ઓડિયો સિસ્ટમમાં જોવા મળતા લાક્ષણિક સ્પીકરથી વિપરીત નવા લાઉડસ્પીકરમાં પીઝોઇલેક્ટ્રિક મટિરિયલથી બનેલી પાતળી ફિલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વોલ્ટેજની ડિલિવરી થાય ત્યારે હલનચલન કરે છે. તે તેની ઉપર હવાને ઊચે ધકેલે છે,જે અવાજ ઉત્પન્ન કરે છે.
ADVERTISEMENT
8 માઇક્રોનની પાતળી ફિલ્મનો ઉપયોગ
લાઉડસ્પીકર બનાવવા માટે સંશોધકોએ પીવીડીએફ નામના પીઝોઇલેક્ટ્રિક મટિરિયલની ખૂબ જ પાતળી ફિલ્મ (8 માઇક્રોન)નો ઉપયોગ કર્યો છે. જ્યારે ઉપકરણ દ્વારા 25 વોલ્ટનો પાવર 1kHz (પ્રતિ સેકંડ 1,000 ચક્રોનો દર) પર પહોંચાડવામાં આવ્યો, ત્યારે સ્પીકર 66 ડેસિબલ્સના વાતચીતના સ્તરે ઉચ્ચ ગુણવત્તાનો અવાજ પેદા કર્યો. જ્યારે 10kHz ઉપર સ્પીકર 86 ડેસિબલ્સ થઈ ગયું.
આ ઉપકરણ સ્પીકરના એરિયાના ચોરસ મીટર દીઠ માત્ર ૧૦૦ મિલિવોટ પાવર વાપરે છે. જ્યારે રોજિંદા વપરાતા હોમ સ્પીકર સરખા એરિયામાં સમાન ધ્વનિ દબાણ બનાવવા માટે 1 વોટથી વધુ વીજળી લે છે
સંકળાયેલા મુદ્દાઓ