ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઈલ એટેક! યુક્રેને રશિયા પર લાગ્યો આરોપ

વિશ્વ / ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઈલ એટેક! યુક્રેને રશિયા પર લાગ્યો આરોપ

Last Updated: 11:33 PM, 12 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ યુક્રેનના કિવમાં આવેલી ભારતીય દવા કંપની કુસુમ ફાર્માના વેરહાઉસ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. ભારતમાં યુક્રેનના દૂતાવાસે આ સંદર્ભમાં ભારત સરકારને માહિતી આપી હતી.

ADVERTISEMENT

રશિયાએ યુક્રેનના કિવમાં સ્થિત ભારતીય દવાની કંપનીના વેરહાઉસ પર મિસાઇલથી હુમલો કર્યો. ભારતની કુસુમ ફાર્માના ગોડાઉન પર હુમલો થયો હતો. ભારતમાં યુક્રેનના દૂતાવાસે આ સંદર્ભમાં માહિતી આપી હતી. દૂતાવાસે આરોપ લગાવ્યો હતો કે, રશિયા યુક્રેનમાં ભારતીય વ્યવસાયોને જાણી જોઈને નિશાન બનાવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુસુમ ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની માલિકીની કંપની છે. તે યુક્રેનની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક છે.

કુસુમ ફાર્મા યુક્રેનની સર્વોચ્ચ દવાની કંપની

રશિયાએ યુક્રેનના કિવમાં આવેલી ભારતીય દવા કંપની કુસુમ ફાર્માના વેરહાઉસ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. ભારતમાં યુક્રેનના દૂતાવાસે આ સંદર્ભમાં ભારત સરકારને માહિતી આપી હતી. યુક્રેનના દૂતાવાસે આક્ષેપ કર્યો કે, રશિયા દ્વારા યુક્રેનમાં ભારતીય ઉદ્યોગોને ઇરાદાપુર્વક નિશાન બનાવાઇ રહ્યા છે. આ વેર હાઉસ સંપુર્ણ તબાહ થઇ ગયું છે અને કંપનીને અબજો રૂપિયાનું નુકસાન ઉઠાવવાનો સમય આવ્યો છે.

ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની કંપની છે કુસુમ ફાર્મા

અત્રે ઉલ્લેખનીય છે કે, કુસુમ ફાર્મા ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની માલિકીની કંપની છે. તે યુક્રેનની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈકીની એક છે. તેનું વેરહાઉસ યુક્રેનના કિવમાં આવેલું છે. જો કે અત્યાર સુધી ભારતીય નાગરિકોને પણ સેફ પેસેજ આપી દેનારું રશિયા અચાનક ભારતીય ઉદ્યોગગૃહો પર કેમ હુમલા કરી રહ્યું છે તે ખુબ જ આશ્ચર્યજનક બાબત છે. જો કે વિદેશ મંત્રાલય દ્વારા અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા કે ટિપ્પણી આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kusum Healthcare Russia ukraine war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ