બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Misconceptions among people against the growing disease of diabetes

ગેરમાન્યતા / શું વધારે પડતી ખાંડ ખાવાથી વધે છે 'ડાયાબિટીસ'નું પ્રમાણ? ભૂલથી પણ ન કરતા આ 5 વાતો પર વિશ્વાસ

Kishor

Last Updated: 05:18 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ વિષે અનેક માન્યતા ચાલી રહી છે, જેમાં ખાંડ વધુ ખાવાથી ડાયાબિટીસ થાય છે તેવું તમામ લોકો માને છે જોકે આ વાતને ખોટી ગણી મેડિકલ ન્યૂઝ ટુડેના રિપોર્ટ અનુસાર વધુ ખાંડથી  મોટાપો વધે છે જે ડાયાબિટીસનું જોખમ વધારે છે.

  • ચિંતાજનક રીતે વધતા ડાયાબિટીસને લઈ અનેક ગેરમાન્યતા
  • વધુ પડતી ખાંડ ખાવાથી ડાયાબિટીસ થતી હોવાની માન્યતા ખોટી
  • જાડા લોકોને જ ડાયાબિટીસ થાય છે.તે પણ ખોટું હોવાનો દાવો

ચિંતાજનક રીતે વધતા ડાયાબિટીસના કેસને લઈને લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે. આ મામલે લોકો સજાગ પણ થયા છે પરંતુ અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પણ ફેલાયેલી છે. ત્યારે આ મામલે વાત કરીએ તો મોટાભાગના લોકોનું માનવું હોય છે કે ખાંડ તથા મીઠી વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી ડાયાબિટીસની બીમારી થઈ શકે છે. પરંતુ આ માન્યતાને ખોટી ગણવામાં આવી છે અને મેડિકલ ન્યુઝ ટુડેના રિપોર્ટ અનુસાર વધુ ખાંડ ખાવાથી ડાયાબિટીસની બીમારી થતી નથી. પરંતુ ખાંડના વધુ પ્રમાણમાં સેવનને લઈને વજન વધે છે જે ડાયાબિટીસનું જોખમ ઉભું કરે છે.

બાપ રે! આગામી આ વર્ષમાં 100 કરોડ ડાયાબિટીસની ઝપેટે ચડી જશે! સામે આવ્યો  ચોંકાવનારો રિપોર્ટ experts predict 100 crore people get devastating diabetes  by 2050

આ માન્યતા ખોટી હોવાનો દાવો

ડાયાબિટીસ અંગે એવી પણ માન્યતા પ્રવતે છે કે માત્ર જાડા લોકોને જ ડાયાબિટીસ થાય છે. પરંતુ એવું નથી. મોટાપો ભોગવતા લોકો માથે ડાયાબિટીસનું જોખમ વધુ હોય છે. જ્યારે પાતળા લોકોને પણ ડાયાબિટીસ થવાની શક્યતાઓ હોય જ છે. જેનો કોઈ પણ ઉંમરના લોકો ભોગ બની શકે છે.

દર વર્ષે લાખો લોકોના ડાયાબિટીસને કારણે મૃત્યુ

વધુમાં કોમન ગણાતી ડાયાબિટીસ ખરેખર ગંભીર રોગ છે. કારણ કે આ રોગ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ સારવાર કે દવા બહાર આવી નથી અને એક વખત આ રોગના ભરડામાં આવ્યા બાદ જીવનભર સમસ્યા જન્મે છે. દર વર્ષે લાખો લોકો ડાયાબિટીસને કારણે મૃત્યુ પામતા હોવાનું પણ હજરાહજૂર છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ આ છોડ, શુગર કંટ્રોલ સાથે અન્ય ઘણા ફાયદાઓ |  insulin plant for diabetes patient sugar control and more health benefits

સુગર લેવલ ઘટી જાય તો પણ તે ખતરનાક

તમામ લોકો એવું માને છે કે ડાયાબિટીસના દર્દીઓએ નિષ્ટાન ન ખાવી જોઈએ. પરંતુ આ પણ ગેરમાન્યતા છે અને ડાયાબિટીસની બીમારી ભોગવતા દર્દીઓએ પણ મીઠી વસ્તુનો ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ અને તેના શરીરને તેની જરૂરિયાત પણ હોય છે. જો સુગર લેવલ ઘટી જાય તો પણ તે ખતરનાક સાબિત થઈ શકે છે. આથી ચોક્કસ માત્રામાં મીઠો આહાર પણ લેવો જોઈએ. 
અમુક લોકો એવું પણ માને છે કે નેચરલ પ્રોડક્શનના ઉપયોગને પગલે ડાયાબિટીસને નાબૂદ કરી શકાય છે. પરંતુ આ પણ એક સૌથી મોટી ખોટી માન્યતા છે કારણ કે એક વખતે ડાયાબિટીસની બીમારીમાં સપડાયા બાદ કોઈપણ ઉત્પાદન દ્વારા સંપૂર્ણપણે ડાયાબિટીસ નાબૂદ થઈ શકતી નથી. તે માત્ર ફક્ત નિયંત્રિત થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ