બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ફેસબુક- ઇન્સ્ટાગ્રામ પર હવે નહીં દેખાય જાહેરાતો, બસ યુઝર્સે કરવું પડશે આ કામ
Last Updated: 01:11 PM, 29 September 2025
ઘણા યુઝર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવતી જાહેરાતોથી કંટાળી ગયા છે. ફેસબુક અને ઈન્ટાગ્રામમાં પોસ્ટ અથવા રીલ્સમાં થોડી થોડી વારે એડ આવી જાય છે.જો તમે પણ આનાથી કંટાળ્યા છો તો હવે તમને પણ આમાંથી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
યુનાઇટેડ કિંગડમમાં, યુઝર્સ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જાહેરાતોને અનએબલ કરી શકશે. જોકે આના માટે પેમેન્ટ કરવું પડશે. બંને મેટા પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબ કરીને યુઝર્સ કોઈપણ જાહેરાતો વગર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી શકશે.

ADVERTISEMENT
એક રિપોર્ટ પ્રમાણે,આવતા અઠવાડિયામાં 18 વર્ષથી વધુ ઉંમરના યુકેના યુઝર્સ જાહેરાતો વગર બંને મેટા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.તેમની પાસે જાહેરાત વાળું ફ્રી વર્જન યુઝ કરવાનો ઓપ્શન પણ હશે અને માસિક ફી આપીને જાહેરાત વગરનું વર્જન પણ લઈ શકશે. જો કોઈ વપરાશકર્તા ફી ચૂકવવા માંગતો નથી તો તેઓ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર જાહેરાત વાળું વર્જન યુઝ કરી શકશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પૈસા આપો અથવા એડ જુઓ! ફેસબુક-Insta યુઝર્સ માટે સૌથી મોટા સમાચાર
ADVERTISEMENT
જાહેરાત-મુક્ત વર્જનને ઍક્સેસ કરવા માટે યુઝર્સે માસિક ફી ચૂકવવી પડશે. મોબાઇલ માટે ફી આશરે ₹475 પ્રતિ મહિને અને વેબ માટે ₹355 પ્રતિ મહિને હશે. જો કોઈ યુઝર એક જ ઉપકરણ પર એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરે છે, તો તેમણે અલગથી ચૂકવણી કરવી પડશે. મોબાઇલ પર એકથી વધુ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે દર મહિને આશરે ₹357 અને વેબ માટે દર મહિને ₹238નો ખર્ચ થશે.
ADVERTISEMENT
મેટા કહે છે કે આ મોડેલ યુઝર્સને નવા વિકલ્પો આપે છે.યુઝર્સ જાહેરાતો માટે ચૂકવણી કર્યા વિના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જો તેઓ જાહેરાતો જોવા માંગતા નથી, તો તેમણે તેમના માટે ચૂકવણી કરવી પડશે. કંપનીએ કહ્યું કે જાહેરાતો યુકેમાં નાના વ્યવસાયોને મદદ કરે છે અને 2024 સુધીમાં 300,000 થી વધુ નોકરીઓ ઊભી કરશે.
ADVERTISEMENT
(Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.